દુર્ઘટના:ઈકલેરા રોડ પરની ચીકુવાડીમાં પ્રેમી પંખીડાનો આપઘાત

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સણિયા કણદે ગામનો તેજશ સુરેશ રાઠોડ(19) સચીનમાં કામ કરતો હતો. તે વખતે સચીન પાલીગામની 15 વર્ષીય પાયલ ગુણવંત રાઠોડસાથે તેના પ્રેમ સંબંધ બંધાયા હતા. મંગળવારે સવારે તેજશ અને પાયલ બંને પોતપોતાના ઘરેથી નીકળ્યા બાદ ફર્યા ન હતા. શોધખોળ દરમિયાન સણીયાથી ઈકલેરા ગામ તરફ જતા નહેર પાસે તપાસ કરતાં ચીકુવાડીમાં ઝાડ સાથે ફાંસો ખાધેલી હાલતમાં બંને મળી આવ્યા હતા. ડિંડોલી પોલીસે તપાસ કરતાં પાયલની નાની વયના પગલે પરિવાર લગ્ન માટે રાજી નહી થાય તેવુ લાગતા પગલે બંનેએ આપઘાત કર્યાની પોલીસે આશંકા વ્યક્ત કરી છે.

અન્ય સમાચારો પણ છે...