તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિશ્વાસ ભારે પડ્યો:પિતરાઇભાઇ પાસેથી દાગીના મેળવવામાં 10 લાખ ગુમાવ્યા

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • લંડન રહેતા યુવકને સગા પર વિશ્વાસ ભારે પડ્યો
  • કતારગામના યુવક સામે ગુનો નોંધાયો

માતાની યાદગીરીના 75 ગ્રામના ઘરેણાં દિકરા પરત મેળવવા માટે પિતરાઈ ભાઈને 10 લાખની રકમ આપી છતાં દાગીના નહિ આપી 10 લાખની રકમ પણ ઓહયા કરી ગયો હતો. છેવટે પિતરાઈ ભાઈ સામે મહિધરપુરા પોલીસમાં ગુનો નોંધાવવાની ફરજ પડી હતી. લંડન રહેતા યુવકે પિતરાઈ ભાઈ પર વિશ્વાસ કરવામાં 75 ગ્રામના સોનાના ઘરેણાં અને 10 લાખ ગુમાવ્યા છે. મૂળ સુરતના અને લંડનમાં સ્થાયી થયેલા મિતુલ પટેલે 2018માં સુરત આવ્યા ત્યારે તેમનું લાલ દરવાજાના બેંકના લોકરમાં ઓથોરિટી તરીકે પોતાનું તથા માતા-બહેન અને પિતરાઈ ભાઈ ધવલનું નામ ઉમેર્યું હતું.

ત્યાર બાદ તે લંડન જતા રહ્યા હતા. મિતુલની ગેરહાજરીમાં ધવલે 75 ગ્રામના દાગીના લોકરમાંથી કાઢી વેચી નાખ્યા હતા. આ બાબતની મિતુલભાઈને જાણ થતાં તેમણે ધવલ પાસે ઘરેણા પરત માંગ્યા હતા. જેના માટે ધવલે 10 લાખ માંગ્યા હતા. મિતુલે 10 લાખ ધવલને ચૂકવી આપ્યા હતા. ત્યાર પછી પણ ધવલ મિતુલની માતાની યાદગારીના દાગીના આપતો ન હતો.

આખરે મિતુલ પટેલે લંડનથી તેના એક મિત્રને આ કેસ બાબતે પાવર આપ્યો હતો. જેના આધારે મિતુલ પટેલના મિત્ર ચેતન શાહે મહિધરપુરા પોલીસમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે ધવલ સુરેશ પટેલ(રહે,એકતા એપાર્ટ,કતારગામ)ની સામે ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...