તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મક્કમ મનોબળ:સુરતમાં 5 દિવસમાં પતિ-દેરાણીને ગુમાવનાર મહિલાએ 11 દિવસમાં કોરોનાને હરાવ્યો, અગાઉ કેન્સરને પણ માત આપી હતી

સુરત15 દિવસ પહેલા
સિવિલ હોસ્પિટલની પૂર્વ પરિચારિકાએ મક્કમ મનોબળ સાથે 11 દિવસમાં કોરોનાને માત આપી આજે ઘરે પરત ફર્યા.
  • 150થી વધુ આદિવાસી દીકરીઓને નર્સીગક્ષેત્રે લાવીને અજ્જવળ કારકિર્દી ધડવામાં મહત્વનો ફાળો આપ્યો છે

બ્રેસ્ટ કેન્સર અને ગર્ભાશયના કેન્સરને મ્હાત આપનાર 66 વર્ષના નિરંજના અમદાવાદીએ 11 દિવસમાં કોરોનાથી સાજા થયા છે. નવી સિવિલ હોસ્પિટલમાંથી મેટ્રન નર્સ તરીકે રિટાયર્ડ થયેલા વ્યારાના નિરંજનાબેન અમદાવાદીના પતિ ઈમાન નિયલનું પાંચ દિવસ પહેલા અને દેરાણીનું બે દિવસ પહેલા કોરોનામાં અવસાન થયું હતું.

આવી દુખની ઘડી વચ્ચે 66 વર્ષીય નિરંજનાબહેને કોરોનાને માત આપી સ્વસ્થ થયા છે. તાપી જિલ્લાના વ્યારાના રાજનગર ખાતે રહેતા અને સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે 2013 માં મેટ્રન નર્સ તરીકેની 30 વર્ષથી વધુની સેવા બજાવીને નિવૃત્ત થયેલા નિરંજનાબેન અમદાવાદીએ શહેરમાં પ્લેગ, ભુંકપ, પુર જેવી અનેક આફતો વચ્ચે દર્દીનારાયણની સેવામાં સમર્પિત રહ્યા હતા. વ્યારા જેવા નાના ટાઉનમાંથી આવતા નિરંજનાબહેને આદિવાસી સમાજની 150 થી વધુ દીકરીઓને નર્સીંગક્ષેત્રે લાવવામાં અમૂલ્ય ફાળો રહ્યો છે.

દુખની ઘડી વચ્ચે કોરોના સામે જીત મેળવી
કોરોનાને પરાસ્ત કરવા માટે દવાની સાથે મક્કમ મનોબળ અને દ્રઢ નિર્ધાર પણ હોવો જરૂરી છે. આવા જ એક વ્યારાના મહિલા દર્દી નિરંજનાબેન અમદાવાદીએ 11 દિવસની સારવારના અંતે નવી સિવિલ હોસ્પિટલમાંથી કોરોનાને માત આપી હતી. પોતાના પતિ ઈમાન નિયલનું પાંચ દિવસ પહેલાં અને દેરાણીનું બે દિવસ પહેલા અવસાન થયું હતું. આવી દુખની ઘડી વચ્ચે નિરંજનાબહેને કોરોથી સ્વસ્થ થયા હતા.

સિવિલ હોસ્પિટલમાં રીફર કરીને 15 લિટર ઓકિસજન સારવાર માટે લાવવામાં આવ્યા હતા.
સિવિલ હોસ્પિટલમાં રીફર કરીને 15 લિટર ઓકિસજન સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

સીટી સ્કેનમાં કોરોના પોઝિટિવ આવ્યા
તા.21 મી એપ્રિલના રોજ વ્યારા ખાતે સીટી સ્કેનમાં કોરોના પોઝિટિવ આવતા સુરત શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જયાં ચાર દિવસની સારવાર બાદ નવી સિવિલ હોસ્પિટલમાં રીફર કરીને 15 લિટર ઓકિસજન સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જયાં ડો.અશ્વિન વસાવા તથા તેમની ડોકટરી ટીમની રાત-દિવસની મહેનતના કારણે આ શકય બન્યું છે.

રિકવર થઈ ઘરે જતા તુલસીનો છોડ આપવામાં આવ્યો.
રિકવર થઈ ઘરે જતા તુલસીનો છોડ આપવામાં આવ્યો.

પ્લેગ, પુર જેવી આફતોમાં કામગીરી કરી છે
તાપી જિલ્લાના વ્યારાના રાજનગર ખાતે રહેતા અને સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે 30થી વધુ વર્ષ સુધી નર્સીગક્ષેત્રે સેવા બજાવીને 2013માં મેટ્રન નર્સ તરીકેની સેવા બજાવીને નિવૃત્ત થયેલા નિરંજનાબેન અમદાવાદીએ શહેરમાં પ્લેગ, ભુંકપ, પુર જેવી અનેક આફતો વચ્ચે દર્દીઓની સેવામાં સમર્પિત રહ્યા હતા. વ્યારા જેવા નાના ટાઉનમાંથી આવતા નિરંજનાબહેને આદિવાસી સમાજની 150થી વધુ દિકરીઓને નર્સીંગક્ષેત્રે લાવવામાં અમૂલ્ય ફાળો રહ્યો હતો. નિરંજનાબહેન અગાઉ બ્રેસ્ટ કેન્સર તથા ગર્ભાશયના કેન્સરને પણ માત આપી ચુક્યા છે.

રસી લીધા બાદ સિવિલના પીડિયાટ્રિશિયનને કોરોના થયો, 10 દિવસમાં જ મ્હાત આપી
​​​​​​​ફ્રન્ટલાઈન વોરિયર્સ એવા સિવિલ હોસ્પિટલના બાળરોગ વિભાગના 26 વર્ષીય યુવા પીડિયાટ્રિશિયન ડો.સૌમ્યા ઝવેરીએ દસ દિવસની સારવાર બાદ કોરોનાને મ્હાત આપી છે. વેક્સિનના બન્ને ડોઝ લીધા હોવાથી તેમને સઘન સારવાર લેવાની જરૂર પડી ન હતી અને તેઓ ઘરે જ આઈસોલેશનમાં રહી સારવાર મેળવી સ્વસ્થ થયા છે.

સ્વસ્થ થયા બાદ તેઓ ફરીથી કોરોના દર્દીઓની સેવા માટે ફરજ પર હાજર થયા છે. અડાજણ વિસ્તારમાં રહેતા ડો. સૌમ્યા હાલમાં સિવિલ હોસ્પિટલમાં સ્ટેમસેલ બિલ્ડીંગ અને કિડની હોસ્પિટલની કોવિડ ઓપીડીમાં પીડિયાટ્રિશિયન તરીકે ફરજ બજાવે છે. ડો.સૌમ્યાને કોરોના થતાં એલોપેથીક દવાઓની સાથે આયુર્વેદિક ઔષધીઓ ઉકાળા, ગરમ પાણીનું સેવન કર્યું. જેના પરિણામે જલદી રિકવરી આવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

વધુ વાંચો