સચિન જીઆઇડીસીમાં લુમ્સના કારખાનામાં કામ કરતા કારીગરની તેના મિત્રોએ હત્યા કરી ફરાર થયા છે. હત્યાનું કારણ અકબંધ છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી 4ને શોધવા કવાયત શરૂ કરી છે. મૂળ યુપીના અને સુરતમાં સચિન જીઆઇડીસી પાલીવાલ ચોક્ડી પાસે ફુટપાથ પર રહેતા 38 વર્ષીય અશોકકુમાર ઉર્ફે રામુની હત્યા કરાયેલી લાશ 14મી તારીખે સવારે સચિન જીઆઇડીસીના રોડ નં-3ના વે બ્રીજની સામેથી મળી આવી હતી.
બીજી તરફ મરણજનારની ઓળખ કરવા માટે એક મિત્રએ તેના ભાઈને વોટ્સએપ ફોટો મોક્લ્યો હતો. મોટા ભાઈની ડેડબોડી જોઇ નાનો ભાઈ અને મૃતકની પત્ની તેના સંબંધીઓ સાથે સુરત દોડી આવ્યા હતા. વધુમાં પોલીસે જણાવ્યું કે, અશોક ઉર્ફે રામુની 13મી તારીખે રાત્રે તેના 4 મિત્રો સાથે બબાલ થઈ હતી. જેમાં ચારેય મિત્રોએ તેને ઢોરમાર માર્યો હતો. નજીકમાં ચણાદાણાની લારીવાળાએ રાત્રે બબાલ થઈ પછી તે દુકાન બંધ કરી ચાલી ગયો હતો.
સવારે દુકાને આવ્યો તો અશોકની લાશ પડેલી હતી. હાલમાં સચિન જીઆઇડીસી પોલીસે મૃતકના ભાઈ જીતેશ કનોજીયાની ફરિયાદ લીધી છે. જેના આધારે પોલીસે હત્યારા ક્રિષ્ના પાંડે ઉર્ફે પંડિત, આનંદ માલીયો, કરણસીંગ ઉર્ફે રાની રાજપુત અને બટકો સામે ગુનો નોંધી તેને પકડવા તજવીજ શરૂ કરી છે. ચારેય હત્યારાઓ સચિન જીઆઇડીસીમાં મજૂરીકામ કરે છે. પોલીસને ચારેય હત્યારાઓને પકડવામાં સફળતા મળી હોવાની વાત છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.