તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરક્ષિત પગલાં:​​​​​​​સુરતમાં પરપ્રાંતથી આવતાં લોકોના રેલવે સ્ટેશન પર કોરોના ટેસ્ટિંગ સઘન કરાતા લાંબી લાઈનો લાગી

​​​​​​​સુરત3 મહિનો પહેલા
રેલવે સ્ટેશન પર બહારથી આવતાં લોકોની સંખ્યા વધતા ટેસ્ટિંગ વધારી દેવાયું છે.
  • કોરોના સંક્રમણ અટકાવવા માટે પાલિકા દ્વારા ટેસ્ટિંગ વધારી દેવાયું

સુરત શહેર ઔદ્યોગિક શહેર છે. અહિં દેશના લગભગ તમામ રાજ્યના લોકો મોટી સંખ્યામાં રોજીરોટી મેળવવા માટે આવે છે. કોરોના સંક્રમણ કાળ દરમિયાન સૌથી મોટો પડકાર સુરત શહેર માટે પરપ્રાંતિય લોકોની અવરજવરનો હતો. જેને લીધે કોરોના સંક્રમણ વધુ ફેલાવાની ભીતિ સેવાઈ હતી. કોર્પોરેશન દ્વારા સતત એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં એક શહેરથી બીજા શહેરમાં આવતા લોકોના ટેસ્ટિંગનું પ્રમાણ વધારવાની ફરજ પડી હતી. આજે પણ સુરત શહેરની અંદર પરપ્રાંતિય લોકો ખૂબ જ મોટી સંખ્યામાં આવતા હોવાથી સુરત રેલવે સ્ટેશન ઉપર સઘન કોરોના ટેસ્ટિંગ થાય તે માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

સ્ટેશન પર ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.
સ્ટેશન પર ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.

રેલવે સ્ટેશન પર લાઈનો લાગી
કોરોનાના વાવર સુરતમાં ઓછો થતા પરપ્રાંતીય કારીગરો ખાસ કરીને મુજ્જફરાબાદ, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડથી તેમના પરિવાર સાથે ફરી કામે સુરત આવતા રેલ્વે સ્ટેશને કોરોનાનું ટેસ્ટિંગ રેલ્વે સ્ટેશને કરવામાં આવતા માટે લાંબી લાઇન જોવા મળી હતી. જોકે મુસાફરો પણ વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાને સહયોગ આપતા દેખાયા હતાં. પરંતુ બીજો પ્રશ્ન એ પણ સર્જાયો હતો કે, સ્ટેશન ઉપર જે પ્રકારે ખૂબ મોટી સંખ્યામાં ભીડ એકત્રિત થઇ હોય તેવા દ્રશ્યો પણ મુશ્કેલી સર્જી શકે છે. વહીવટી તંત્ર દ્વારા રેલ્વે પ્લેટફોર્મ ઉપર અલગ અલગ સ્થળે જો ટેસ્ટિંગ કરવામાં આવે તો સોશિયલ ડિસ્ટન્સ પણ યોગ્ય રીતે પાલન થઈ શકે છે.

એક જ જગ્યાએ ટેસ્ટિંગ થતું હોવાથી લોકોની લાઈનો લાગી રહી છે.
એક જ જગ્યાએ ટેસ્ટિંગ થતું હોવાથી લોકોની લાઈનો લાગી રહી છે.

રોજગારી માટે લોકોનું આગમન વધ્યું
સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું કે, હાલ અત્યારે સુરત શહેરમાં કોરોનાનો કહેર ખૂબ જ ઓછો થઈ ગયો છે. સ્થિતિ સંપૂર્ણ રીતે નિયંત્રણ હેઠળ છે. છતાં પણ અમે કોરોના સંક્રમણ ન ફેલાય તે માટેની મુશ્કેલીથી તમામ પ્રક્રિયાઓ કરી રહ્યા છે. જેમાં વિશેષ કરીને પરપ્રાંતીય લોકો હવે સુરતમાં રોજગારી માટે ફરી આવી રહ્યા છે. ત્યારે રેલવે સ્ટેશનો પર વિશેષ કરીને અમે ધ્યાન આપી રહ્યા છે. જેથી કરીને અન્ય રાજ્યોમાં જ્યાં કોરોના સંક્રમણ જોવા મળી રહ્યું છે. તેવા સંખ્યાબંધ લોકો સુરતમાં ન પ્રવેશે અને અન્ય લોકોને કોરોના સંક્રમિત ન કરે.