તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • No Complaint Lodged In Case Of Attack On Retired Police Personnel In Olpad, Surat, Complaint In Court Against Head Constable, PSI

હુકમ:સુરતના ઓલપાડમાં નિવૃત પોલીસ કર્મી પર હુમલાના પ્રકરણમાં ફરિયાદ ન નોંધી, હેડ કોન્સ્ટેબલ, PSI સામે કોર્ટમાં ફરિયાદ, 27મીએ સુનાવણી થશે

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
હેડ કોન્સ્ટેબલ (ડાબે) અને પીએસઆઈની ફાઈલ તસવીર. - Divya Bhaskar
હેડ કોન્સ્ટેબલ (ડાબે) અને પીએસઆઈની ફાઈલ તસવીર.
  • ફરિયાદી ને જ આરોપીની જેમ લોકઅપમાં મુકી દેવાયા હતા

સુરતમાં ઓલપાડના કાસલા બુજરંગ ગ્રામ પંચાયતના સભ્ય દ્વારા કરાયેલા ગેરકાયદેસર બાંધકામ મુદ્દે કરાયેલી અરજીની અદાવતમાં રાખી સુરત રૂરલ પોલીસના નિવૃત્ત કર્મચારી ઉપર હુમલો કરવાના પ્રકરણમાં ફરિયાદી ને જ લોકઅપમાં પુરી દેવાના કિસ્સામાં કોર્ટ ફરિયાદ કરાતા ચર્ચાનો વિષય બન્યો છે. નિવૃત કર્મચારીની ઓલપાડ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ, પીએસઆઇ મોરી વિરૂધ્ધ કોર્ટમાં ફરિયાદ બાદ કોર્ટે આગામી 27 મી જુલાઇની મુદતે સુનાવણીનો હુકમ કર્યો છે.

ચાર લોકોએ હુમલો કરી ઢોરમાર માર્યો હતો
બળવંત મગન સુરતી (સુરત રૂરલ પોલીસ વિભાગના નિવૃત કર્મચારી અને કાસલા ગુજરાંગ ગામમાં રહેવાસી) એ જણાવ્યું હતું કે, સુરત રૂરલ પોલીસમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવી 7 વર્ષ પહેલાં નિવૃત્ત થયા હતા. દરમિયાન ગ્રામ પંચાયતના સભ્ય પ્રફુલ સુરતીએ કરેલા ગેરકાયદેસર બાંધકામ અંગે મારા કાકાના પુત્ર ગણપત સુરતીએ આરટીઆઇ કરી હતી. જેની અદાવત રાખીને ગઇ તા. 22 એપ્રિલે તેઓ વેલુકગામથી શાકભાજી લઇને વાવ ચોકડી પાસે પહોંચતા પ્રફુલ સુરતી, ધ્રુવ સુરતી, વિમલ સુરતી અને નવીન ભગુભાઇએ ભેગા મળી તેમને રસ્તે અટકાવ્યા હતા અને ગાળો આપી ઢોર માર માર્યો હતો.

પોલીસના નિવૃત કર્મચારી પર હુમલો કરી માર માર્યો હતો.
પોલીસના નિવૃત કર્મચારી પર હુમલો કરી માર માર્યો હતો.

પોલીસે ફરિયાદ લેવાને બદલે લોકઅપમાં મૂકી દીધા
વધુમાં જણાવ્યું હતું કે, આ બાબતે તેઓ ઓલપાડ પોલીસ મથકે ફરિયાદ કરવા ગયા હતા. ત્યારે મને અને મારા પરિવારના સભ્યો અલ્પેશ સુરતી અને ભરત સુરતીને ઓલપાડ પોલીસ મથકના પીએસઆઇ મોરી અને હેડ કોન્સ્ટેબલ નરપત વસાવાએ ફરિયાદ લેવાને બદલે ફરિયાદીને જ આરોપીની જેમ લોકઅપમાં મુકી દઇ પીએસઆઇ મોરીએ મને "તારૂ પેન્શન બંધ કરાવી દઇશ" તેવી ધમકી આપી બિભત્સ ગાળો ભાંડી ફરિયાદ લીધી ન હતી. જેથી તેઓ એડવોકેટ યુસુફ શેખ મારફતે કોર્ટમાં ફરિયાદ કરી છે. જેની ઉપર આગામી 27 જુલાઇએ સુનાવણી હાથ ધરાશે.