પાયાની સમસ્યા:સુરતના ભેસ્તાનમાં ડહોળું અને દુર્ગંધવાળું પીવાનું પાણી આવતાં સ્થાનિકો પરેશાન, નેતાઓ ફરકતા પણ ન હોવાથી લોકોમાં રોષ

સુરત13 દિવસ પહેલા
ભેસ્તાનના લોકોને ગંદા પાણીનો ઉપયોગ કરવાની ફરજ પડી રહી છે.
  • ગંદા પાણી આવતા હોવાથી 20 લિટરની બોટલ મગાવાય છે

સુરતના ભેસ્તાનની ભગવતી નગર સહિતની સોસાયટીઓમાં પીવાનું પાણી દુર્ગધ મારતું અને ડોહળું આવી હોવાની ફરિયાદ સાથે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે. મહિલાઓએ કહ્યું કે, 5 દિવસથી પીવાના પાણીને લઈ પાલિકામાં બૂમો પાડી રહ્યા છે. કોઈ સાંભળવા વાળું નથી. કોપોરેટર તો ચૂંટાયા બાદ નેતાઓના કામમાંથી નવરા જ નથી પડતા કે, મતદારોને સાંભળે, 72 મકાનમાં રહેતા 500 લોકો મિનરલ પાણીના 20 લિટરના બાટલા મગાવવા મજબુર છે. કોઈ કામના નથી સોસાયટીના પ્રમુખ અને મેનેજમેન્ટ એવું સાંભળવા મજબુર બન્યા છે.

વેચાતી પાણીની બોટલ લઈને ઉપયોગ કરવાની ફરજ પડી રહી છે.
વેચાતી પાણીની બોટલ લઈને ઉપયોગ કરવાની ફરજ પડી રહી છે.

વેચાતુ પાણી લેવું પડે છે
મીનાક્ષીબેન પાટીલ (સોસાયટીના પ્રમુખ) એ જણાવ્યું હતું કે,5 દિવસથી આવતું આવું પાણી પીવા મજબુર બન્યા છીએ. કેટલાક તો 20 લિટરનો પાણીનો બાટલો મગાવવા સક્ષમ છે. પણ કેટલાક આજ પાણી ગરમ કરી પી રહ્યા છે. 450-500ની વસ્તી છે. બીમારી ફાટી નીકળે તો જવાબદાર કોણ, પાલિકામાં ફરિયાદ કરી તો બે દિવસમાં 6 રાઉન્ડ મારી ગયા પણ નિરાકરણ કરવાને બદલે ક્યાં ફોલ્ટ છે. એ શોધી રહ્યા છે એમ કહી જતા રહે છે.જો સામાન્ય ફોલ્ટ ન શોધી શકાય તો આવો વિકાસ અને એની પાછળ ખર્ચાયેલા વેરાના કરોડો રૂપિયા શું કામના, કોર્પોરેટર તો ચૂંટાયા બાદ જ દેખાયા જ નથી, પાર્ટીના કામમાંથી ફ્રી થાય પછી બીમારીમાં સપડાયેલા મતદારોને સાંભળશે એવું લાગે છે. આજુબાજુની જમનાનગર અને સંગમ નગર સોસાયટીમા પણ આવું જ પાણી આવી રહ્યું છે, આ બન્ને સોસાયટીઓમાં તો 1000થી વધુની વસ્તી છે. તપાસ કરી તો હવે બધામાં જ રોષ દેખાય રહ્યો છે.

ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી આવતું હોવાથી લોકો પરેશાનીનો સામનો કરી રહ્યાં છે.
ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી આવતું હોવાથી લોકો પરેશાનીનો સામનો કરી રહ્યાં છે.

ગંદુ પાણી પીવા મજબૂર
સુધીર યાદવ (ઉપપ્રમુખ ભગવતી નગર) એ જણાવ્યું હતું કે, રોજ સવારે પડે ને સોસાયટીઓમાં ગંદા પાણીની બુમો પડે છે. કોને કોને સાંભળીએ, કોઈ કામના નથી. સોસાયટીના પ્રમુખ અને મેનેજમેન્ટ એવું સાંભળવું પડે છે, આ લોકોને કેમ સમજાવીએ કે, મત આપ્યો એ કોર્પોરેટર અને પાલિકાના આધિકારીઓ કોઈ કામના નથી, કોરોનાની ત્રીજી લહેરમાં વધતા કેસોમાં પણ બાળકો પણ આજ પાણી પીવે છે. ગંભીરતા નહી આવે તો રોડ પર ઉતરતા વાર નહિ લાગે એવું કહેવા મજબુર બન્યા છીએ.

અન્ય સમાચારો પણ છે...