તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:સુરતના સલાબતપુરામાં દબાણ હટાવવા ગયેલી પાલિકાની ટીમ પર સ્થાનિકોએ માથાકૂટ સાથે ઝપાઝપી કરી

સુરતએક મહિનો પહેલા
દબાણ હટાવવા ગયેલી ટીમ સાથે સ્થાનિકોએ ઝપાઝપી કરી હતી.
  • પાલિકાની ટીમ સાથે ઝપાઝપી થતાં પોલીસમાં ફરિયાદ કરાઈ

સુરત શહેરના સલાબતપુરા વિસ્તારમાં આજે દબાણ હટાવવા માટે પહોંચેલી સેન્ટ્રલ ઝોનની ટીમ સાથે માથાભારે તત્વો દ્વારા વાદ– વિવાદ બાદ હુમલો કરતાં ભારે હોબાળો મચી જવા પામ્યો છે. આ સંદર્ભે દબાણખાતાના અધિકારી દ્વારા સલાબતપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

લારીનું દબાણ હટાવતી વખતે ઘર્ષણ સર્જાયું હતું.
લારીનું દબાણ હટાવતી વખતે ઘર્ષણ સર્જાયું હતું.

દબાણ હટાવતી વખતે ઝપાઝપી
સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે,પાલિકાના સેન્ટ્રલ ઝોનમાં વહીવટી તંત્ર માટે દબાણ કાયમ માટે માથાનો દુઃખાવો બનતો આવ્યો છે. આજે પણ સલાબતપુરાના રઝાનગર વિસ્તારમાં સેન્ટ્રલ ઝોનના અધિકારીઓ – કર્મચારીઓ સાથે દબાણ ખાતાની એક ટીમ દબાણ હટાવવા માટે પહોંચી હતી. એ વખતે સ્થાનિકો દ્વારા લારીઓ પાલિકાની ટીમ દ્વારા ઉઠાવવામાં આવતાં ઝપાઝપી કરાઈ હતી.

હુમલો થતા અધિકારીઓએ પોલીસ ફરિયાદ નોધાવી હતી.
હુમલો થતા અધિકારીઓએ પોલીસ ફરિયાદ નોધાવી હતી.

પોલીસમાં ફરિયાદ કરાઈ
સ્થાનિક માથાભારે ઈસમો દ્વારા મનપાના કર્મચારીઓ સાથે ઝપાઝપી કરવામાં આવતાં ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. સરકારી કામગીરીમાં દખલગીરી કરનાર ઈસમો વિરૂદ્ધ મનપાના અધિકારીએ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.

સ્ટ્રીટ વેન્ડર્સ ની અપીલ કમિટી માટે લોબિંગ
સુરત: સુરત મહાનગર પાલિકાએ સ્ટ્રીટ વેન્ડર્સ પોલીસીનો અમલ કરવાની તજવીજ હાથ ધરી છે. જેમાં પોલીસી અંતર્ગત મેયરની અધ્યક્ષતામાં બે સભ્યની અપીલ કમીટી બનાવવાની જોગવાઇ હોય છે. આ કમિટીમાં સભ્ય તરીકે પસંદગી પામવા માટે ભાજપના નગરસેવકોએ લોબિંગ શરૂ કરી દીધું છે.