તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરતમાં પ્લોટ વિવાદ:પાલિકાની સ્થાયી સમિતિએ ફૂડ પ્લાઝા માટે ફાળવેલા પ્લોટમાં સ્થાનિકોનો વિરોધ, ભાજપના કોર્પોરેટરના ઇશારે નજીવી કિંમતે ભાડેથી પ્લોટ પડાવ્યાના આક્ષેપ

સુરત19 દિવસ પહેલા
સુરત મહાનગરપાલિકાએ આવક ઉભી કરવાના નામે મોકાના પ્લોટ નજીવા ભાડે ફાળવી દીધેલા પ્લોટ લોકો માટે મુશ્કેલીરૂપ બની રહ્યાં છે
  • રહેણાંક સોસાયટીની દિવાલને અડીને બનતો ફૂડ કોર્ટ લોકો માટે જોખમી હોવાની રજૂઆત
  • ફૂડ કોર્ટની કામગીરી તાત્કાલિક અસરથી બંધ કરવા સ્થાનિકોએ ઉગ્ર રજૂઆત કરી

સુરત મહાનગરપાલિકાએ આવક ઉભી કરવાના નામે મોકાના પ્લોટ નજીવા ભાડે ફાળવી દીધેલા પ્લોટ લોકો માટે મુશ્કેલીરૂપ બની રહ્યાં છે. અડાજણમાં રહેણાંક સોસાયટીની બાજુમાં બની રહેલી ફૂડ કોર્ટ સ્થાનિકો માટે જોખમરૂપ બની રહી છે. લોકોના વિરોધ બાદ રજાના દિવસે ફૂડ કોર્ટની કામગીરી કરાતાં લોકોમાં ભારે રોષ છે. સ્થાનિકોએ આ ફુડ કોર્ટના કારણે લોકોનું આરોગ્ય જોખમાય તેવી ભીતી વ્યક્ત કરીને કામગીરી બંધ કરાવવા માટે માગણી કરી છે. જો આ કામગીરી બંધ ન થાય તો સ્થાનિકો આક્રમક વિરોધ કરશે તેવી પણ ચીમકી આપી છે.

ફૂડ કોર્ટની કામગીરી ચાલુ રખાતા સ્થાનિકોમાં રોષ
અડાજણ વિસ્તારમાં ટીપી સ્કીમ નં-31માં કેપીટલ સ્ટેટર બિલ્ડિંગની બાજુનો ખાલી પ્લોટ જે અન્ય પ્રકલ્પ માટે અનામત રાખવામાં આવ્યો હતો. તેને ફૂડ કોર્ટ માટે ભાડે આપી દેવાનો નિર્ણય કર્યો છે. આ ફૂડ કોર્ટ પાછળ ભાજપના જ કેટલાક કોર્પોરેટરોનું પીઠબળ હોવાથી સ્થાયી સમિતિએ નિર્ણય કરાયાનો આક્ષેપ થઈ રહ્યો છે. રહેણાંક સોસાયટીની બાજુમાં ફૂડ કોર્ટમાં એક સાથે અનેક સ્ટોલ બનાવી દેવાનું શરૂ કરાતા સ્થાનિકોએ વિરોધ શરૂ કર્યો છે. ફૂડ કોર્ટની કામગીરી શરૂ થતાની સાથે જ સ્થાનિકો ઓનલાઇન અરજી કરીને કામગીરી બંધ કરાવવાની માગણી કરે છે. આ અરજી થતાં ફૂડ કોર્ટની કામગીરી જાહેર રજાના દિવસે કરાતાં સ્થાનિકોનો ગુસ્સો વધી રહ્યો છે.

રહેણાંક સોસાયટીની દિવાલને અડીને બનતો ફૂડ કોર્ટ લોકો માટે જોખમી હોવાની રજૂઆત
રહેણાંક સોસાયટીની દિવાલને અડીને બનતો ફૂડ કોર્ટ લોકો માટે જોખમી હોવાની રજૂઆત

બાંધકામ દૂર કરવાની સ્થાનિકોની માગણી
બુધવારે ઝોન ઓફિસમાં જઇને આ કામગીરી તાત્કાલિક બંધ કરાવીને જે બાંધકામ થયું છે. તેને દૂર કરવાની સ્થાનિકોએ માગણી કરી હતી. સ્થાનિકોની રજુઆત એવી છે કે, આ ફૂડ કોર્ટમાં એક સાથે અનેક સ્ટોલ બનાવી દેવામાં આવ્યા છે. તેના કારણે પાર્કિંગની સમસ્યા થશે અને ટોઈલેટ બ્લોક બનાવવાની કામગીરી થઈ રહી છે. તેના કારણે પણ સોસાયટીના રહીશોને મુશ્કેલી થશે. આ પ્રકારની આક્રમક રજૂઆત બાદ જો પાલિકા કામગીરી બંધ ન કરે તો સ્થાનિકો જાતે કામગીરી કરશે તેવી પણ ચીમકી આપી છે. સ્થાયી સમિતિએ આ પ્લોટ ફાળવ્યો હોવાથી હવે આ નિર્ણય ફરી સ્થાયી સમિતિમાં કરવો પડે તેમ છે. પરંતુ, ભાજપના જ કેટલાક કોર્પોરેટરો આ પ્લોટ ભાડે લેવા પાછળ હોવાથી કામગીરી અટકતી ન હોવાનો આક્ષેપ થઈ રહ્યા છે.

ફૂડ કોર્ટની કામગીરી તાત્કાલિક અસરથી બંધ કરવા સ્થાનિકોએ ઉગ્ર રજૂઆત કરી
ફૂડ કોર્ટની કામગીરી તાત્કાલિક અસરથી બંધ કરવા સ્થાનિકોએ ઉગ્ર રજૂઆત કરી
અન્ય સમાચારો પણ છે...