આઝાદી પર્વે ઉપવાસ:સુરતના પાલનપુરમાં શ્વાનના ત્રાસથી સ્થાનિકોનો વિરોધ,સદભાવના ઉપવાસ કરી તંત્રનું ધ્યાન દોરવા પ્રયાસ

સુરત2 મહિનો પહેલા
શ્વાનના ત્રાસથી લોકોએ ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ કર્યો હતો.
  • શ્વાનના ત્રાસથી કંટાળીને લોકોએ અનોખી રીતે વિરોધ કર્યો

સુરતના પાલનપુર જકાતનાકા વિસ્તારમાં આવેલી ભક્તિ ધર્મ ટાઉનશીપ સોસાયટીના રહીશોએ સ્વતંત્રતા દિવસ નિમિત્તે પોતાની સોસાયટીમાં સદભાવનાં ઉપવાસનું આયોજન કર્યું હતું. સોસાયટી અને આસપાસના વિસ્તારમાં શ્વાનના ત્રાસને લઈને ઉપવાસ કર્યા હતાં. પાલિકા દ્વારા ફરિયાદ કરવા છતાં કોઈ પગલાં ન લેવાતા હોય સ્થાનિકો દ્વારા જ્યારે શ્વાન હટાવવા પ્રયાસ કરાય ત્યારે જીવદયા પ્રેમીઓ ખોટા કેસ કરતાં હોવાનું પણ જણાવવામાં આવ્યું છે.

શ્વાનની સંખ્યા વધુ હોવાથી લોકોને સહન કરવું પડે છે.
શ્વાનની સંખ્યા વધુ હોવાથી લોકોને સહન કરવું પડે છે.

પાલિકા પગલાં લે તેવી માગ
અશોકભાઈ મોહનાણીએ જણાવ્યું કે,ભક્તિ ધર્મ સોસાયટીમાં રહું છું. બહુ ત્રાસ શ્વાનોનો છે. અમે શ્વાનને ભગાવવા ખૂબ પ્રયાસ કર્યા છે. પરંતુ અમારી સોસાયટીના જીવદયા પ્રેમીઓ અમારા પર આક્ષેપ કરીને પોલીસમાં ફરિયાદ કરે છે. જે દુઃખની વાત છે. અમે શ્વાનના ત્રાસથી તેને દૂર કરવા પ્રયાસ કરીએ છીએ. જેથી અમારા પર થતો ત્રાસ યોગ્ય નથી. એ માટે અમે સદભાવના ઉપવાસ પર બેઠા છીએ. એસએમસી પગલા લે તેના માટે બેઠા છીએ.

વૃદ્ધો અને બાળકોને શ્વાનથી ડર રહે છે.
વૃદ્ધો અને બાળકોને શ્વાનથી ડર રહે છે.

શ્વાનની સમસ્યા મોટી
સીમા પારેખે જણાવ્યું હતું કે, શ્વાનની સમસ્યા સાંભળવામાં જેટલી સરળ છે એટલી ખરેખર સરળ નથી. ઘણી મોટી સમસ્યા છે, શ્વાનને લીધા ઘણા પ્રશ્નો ઉદભવે છે. ગંદકી, શ્વાનનું કરડવા સહિતના પ્રશ્નો ઉભા થાય છે. જેથી આ પ્રશ્નનું નિરાકરણ આવે તે જરૂરી છે. 70થી 80 શ્વાન હોવાથી બાળકો અને વૃદ્ધોમાં ભય સતત રહેતો હોય છે.

અન્ય સમાચારો પણ છે...