રાજ્યભરમાં સફળ રહેલા પીપીપી મોડલનો સુરતમાં વિરોધ થયો છે. પાલિકાના પીપીપી મોડલમાં કેટલાક ગાર્ડનમાં પ્રવેશ ફી સાથે પાર્કિંગ ફી પણ વસુલાતી હોય અડાજણના ગાર્ડનને પીપીપી મોડલ થી આપવા માટે લોકો આક્રમક વિરોધ કરી રહ્યાં છે. પીપીપીના કોન્ટ્રાક્ટ કર્યા બાદ આડેધડ ભાવ વધારાની લોકોને દહેશત હોવાથી અડાજણના જ્યોતિન્દ્ર દવે ઉદ્યાનને પીપીપીના ધોરણે આપવા સામે અનેક લોકોનો આક્રમક વિરોધ કરવામા આવી રહ્યો છે. અડાજણ-પાલ વિસ્તારના 500 જેટલા નાગરિકોએ મેયર-મ્યુનિસિપલ કમિશનરને પીપીપીના નિર્ણય પર પુનઃવિચાર કરવા અંગે રજૂઆત કરવામા આવી છે.
પાંચ આવેદનપત્ર અપાયા
સુરત પાલિકાએ હાલમાં 20 હજાર ચોરસ મીટરથી વધુ ક્ષેત્રફળ ધરાવતા ગાર્ડનને પીપીપી મોડલ પર આપવા માટેનો નિર્ણય કર્યો છે. આ મોડલ હેઠળ અડાજણ વિસ્તારમાં સૌથી વધુ લોકો ઉપયોગ કરે છે. પાલિકાના આ નિર્ણય સાથે સ્થાનિકો દ્વારા ભારે વિરોધ કરવામા આવી રહ્યો છે. અત્યાર સુધીમાં અડાજણ-પાલ વિસ્તારના 500થી વધુ લોકોએ પાંચ આવેદનપત્ર આપીને આ ગાર્ડન પીપીપી મોડલમાં નહી આપવા માટે રજુઆત કરી છે.
સ્થાનિકોએ પ્રશ્નો ઉઠાવ્યાં
અડાજણ, પાલ અને પાલનપોર વિસ્તારના નાગરિકો દ્વારા આ ઉદ્યાનને પીપીપીના ધોરણે આપવાનો નિર્ણયને તાત્કાલિક રદ્દ કરવા અંગે પણ રજૂઆત કરવામાં આવી રહી છે. જો પાલિકા તંત્ર નિર્ણય નહી બદલે તો લોકો લડી લેવાના મુડમાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.