સમસ્યા:સુરતના રાંદેરની સોસાયટીમાં ડહોળા અને દુર્ગંધયુક્ત પાણીથી સ્થાનિકો પરેશાન, રહીશોની આંદોલનની ચીમકી

સુરત13 દિવસ પહેલા
સ્થાનિકોએ ખરાબ પાણીની બોટલ દર્શાવી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
  • ગંદા પાણીને કારણે રોગચાળાની સ્થાનિકોએ ભીતિ સેવી
  • પાલિકાએ કહ્યું,-ફરિયાદના નિવારણ માટે કામગીરી શરૂ છે

સુરતના રાંદેર રોડની નવયુગ કોલેજ નજીકની સંત તુકારામ સોસાયટીના રહીશો છેલ્લા ત્રણ મહિનાથી પીવાના પાણીમાં દુર્ગંધ તેમજ ડહોળુ પાણી આવી રહ્યું છે. આ અંગે ફરિયાદ કરવા છતાં પાલિકા દ્વારા ઉકેલ ન લવાતા રહીશોએ આંદોલનની ચીમકી આપી છે. ગંદા પાણીના લીધે સ્થાનિકો રોગચાળાની ભીતિ સેવી રહ્યાં છે.બીજી તરફ પાલિકાએ કહ્યું કે, સમસ્યાના નિરાકરણ માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

પાણી દુર્ગંધયુક્ત અને ખરાબ હોવાની ફરિયાદ કરી છે.
પાણી દુર્ગંધયુક્ત અને ખરાબ હોવાની ફરિયાદ કરી છે.

માત્ર ખાડા જ ખોદાય છે
સુરત રાંદેર વિસ્તાર માં સંત તુકારામ સોસાયટીના રહીશ મુકેશ પટેલે જણાવ્યું કે, ‘સોસાયટીમાં છેલ્લા લાંબા સમયથી પીવાના પાણીની લાઇનમાં ભંગાણ હોવાથી પાણી ડહોળું આવવાની સાથે તેમાં દુર્ગંધ પણ આવે છે. પાલિકાને વાંરવાર લેખિત ફરિયાદ કરાઇ હોવા છતાં રાંદેર ઝોનના હાઇડ્રોલિક તથા આરોગ્ય વિભાગ દ્વારા આનો ઉકેલ લવાયો નથી’. લીકેજ શોધવા અલગ-અલગ સ્થળોએ ખાડા કરી તપાસ કરાઇ ખાડા પુરી દેવાયા છે.

સ્થાનિકોએ સમસ્યાનું નિરાકરણ ન આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.
સ્થાનિકોએ સમસ્યાનું નિરાકરણ ન આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

કામગીરી શરૂ કરાઈ છે-પાલિકા
ફોલ્ટ ન મળ્યું હોવાથી સમસ્યા ઠેરની ઠેર રહી છે. જો સમસ્યાનું તાકીદે નીરાકરણ ન થાય તો રોગચાળો ફાટી નીકળવાની પણ ભીતિ સેવાઇ રહી છે.અગાઉ પણ આ સોસાયટીમાં ગંદા પાણીની સમસ્યા હતી. ત્યારે ફોલ્ટ શોધી શોર્ટ આઉટ કરાયું હતું. જોકે પાણી લાઇન સડી ગઇ હોવાથી લીકેજ નજીકની ડ્રેનેજ લાઇન સાથે જોડાઇ જતાં ફરી વખત ગંદા પાણીની ફરિયાદ મળી છે. યુદ્ધના ધોરણે સમારકામ શરૂં કરાયું છે.-સી. બી. વસાવા, કાર્યપાલક ઇજનેર, રાંદેર ઝોન