તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જનતા રેડ:સુરતના કાપોદ્રામાં ખુલ્લે આમ થતાં દેશી દારૂના વેચાણ અંગેનો સ્થાનિક કોર્પોરેટર અને લોકોએ પોલીસને સાથે રાખી પર્દાફાશ કર્યો

સુરતએક મહિનો પહેલા
સ્થાનિક લોકોની ફરિયાદને ધ્યાને લઈને કોર્પોરેટર અને પોલીસ દ્વારા રેડ કરાઈ હતી.
  • પોલીસે દેશીદારૂનો જથ્થો કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી

સુરત શહેરમાં અલગ અલગ પોલીસ સ્ટેશનની હદમાં જાહેર સ્થળ ઉપર દારૂ વેચાતો હોવાની અનેક ફરિયાદો સામે આવતી રહી છે. ત્યારે ફરી એક વખત સુરતના વોર્ડ નંબર ચારમાં આવેલા આનંદ નગરમાં દારૂ વેચાતા હોવાની ફરિયાદ ઊઠી હતી. જેને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીના કોર્પોરેટર ધર્મેશ વાવલિયા અને સ્થાનિક લોકોએ દારૂના અડ્ડા ઉપર રેડ કરતા મોટા પ્રમાણમાં દેશી દારૂની પોટલીઓ મળી આવી હતી.

મહિલાઓએ દારૂના વેચાણથી ફેલાતી બદીઓ અંગે ફરિયાદ કરી હતી.
મહિલાઓએ દારૂના વેચાણથી ફેલાતી બદીઓ અંગે ફરિયાદ કરી હતી.

આસપાસમાં દારૂથી ત્રાસ ફેલાતો હતો
આનંદનગરની બાજુમાં આવેલા આવાસ રૂમ નંબર 118માં દારૂનું વેચાણ થતું હોવાની ફરિયાદ સ્થાનિકો દ્વારા કરવામાં આવી હતી 24 કલાક બેફામ રીતે દેશી દારૂની પોટલી વેચાતી હોવાની વાત સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની હતી. 24કલાક દારૂનું વેચાણ થતાં આ વિસ્તારમાં નાની-નાની વાતોને લઈને પણ દારૂડિયાઓ તોફાન મચાવી નાખતા હતાં. જેને લઇને આસપાસના વિસ્તારમાં રહેતી મહિલાઓને પણ ખૂબ જ મુશ્કેલી પડી રહી હતી. આખરે આજે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અને સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતાં દેશી દારૂની પોટલીઓનો જથ્થો કાપોદ્રા પોલીસ લઈને જતી રહી હતી. એક મહિલાની પણ અટકાયત કાપોદ્રા પોલીસ દ્વારા કરવામાં આવી હતી.

પોલીસે દારૂની પોટલીઓ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસે દારૂની પોટલીઓ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

મહિલાઓની ફરિયાદ મળેલી-કોર્પોરેટર
આપ કોર્પોરેટર ધર્મેન્દ્ર વાવલિયાએ જણાવ્યું કે, આ વિસ્તારના લોકો વારંવાર સ્થાનિક નેતાઓને આ બાબત અંગે જાણ કરી હતી.તેમના વિસ્તારમાં વેચાતા દેશી દારૂને બંધ કરવા માટે મહિલાઓએ પણ ફરિયાદ કરી હતી. પરંતુ ભાજપના ધારાસભ્ય અને કોર્પોરેટરોની મિલીભગતના કારણે દારૂનું વેચાણ અટકતું નહોતું. ભાજપના શાસનમાં લગભગ શહેરના તમામ પોલીસ સ્ટેશનની હદમાં દારૂનો ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે. ભાજપના નેતાઓ પાસે તમામ માહિતી છે કે, કયા કયા વિસ્તારમાં કેટલા પ્રમાણમાં કોણ દારૂ વેચી રહ્યું છે, છતાં પણ તેઓ આંખ આડા કાન કરીને તેનું ખુલ્લેઆમ વેચાણ કરવા મોકળું મેદાન આપે છે.