તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Local BJP MLA Disappears From Bridge Poster Approved At A Cost Of Rs 4 Crore In Surat, Activists Raise Questions On Social Media

અવગણનાથી આક્રોશ!:સુરતમાં 4 કરોડના ખર્ચે મંજૂરી થયેલા બ્રિજના પોસ્ટરમાંથી ભાજપના સ્થાનિક ધારાસભ્ય ગાયબ, સોશિયલ મીડિયામાં કાર્યકરોએ સવાલો ઉઠાવ્યાં

સુરત21 દિવસ પહેલા
  • કૉપી લિંક
બ્રિજ મંજૂર થયા અંગેના પોસ્ટરમા સ્થાનિક ધારાસભ્યનો ફોટો ન મૂકાતા કાર્યકરોમાં રોષ ફેલાયો હતો. - Divya Bhaskar
બ્રિજ મંજૂર થયા અંગેના પોસ્ટરમા સ્થાનિક ધારાસભ્યનો ફોટો ન મૂકાતા કાર્યકરોમાં રોષ ફેલાયો હતો.
  • પોસ્ટરમાં માત્ર સી આર પાટીલ અને સંગીતા પાટીલના જ ફોટા મુકાયા ધારાસભ્ય ઝંખના પટેલની અવગણનાથી

ભાજપના નેતાઓમાં આંતરિક ખેંચતાણ સતત વધી રહી હોય તેવું લાગે છે. કોઇપણ કામના મંજૂરીને લઈને યશ ખાટી લેવા માટેની જાણે હોડ લાગી છે. પરવત પાટિયા ડુંભાલ વિસ્તારમાં આવેલા માધવબાગ સોસાયટી પાસે બ્રિજને મંજૂરી આપવામાં આવી છે. બ્રિજ માટે 4 કરોડ 12 લાખ રૂપિયા ફાળવવામાં આવતા ભાજપના નેતાઓને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે. માધવબાગ સોસાયટી જે વિસ્તાર છે તે ચોર્યાસીના ધારાસભ્ય ઝખના પટેલના મત વિસ્તારમાં આવે છે. ડુંભાલ પરતપાટીયા વિસ્તારના મોટાભાગનો વિસ્તાર ચોર્યાસી વિધાનસભા મતવિસ્તારમાં આવતો હોવા છતાં પણ ભાજપના જે પોસ્ટર દેખાઈ રહ્યા છે તેમાં ઝંખના પટેલને બદલે સંગીતા પાટીલ નો ફોટો મુકવામાં આવ્યો છે. જેથી કાર્યકરોએ સોશિયલ મીડિયામાં સવાલો ઉઠઆવ્યાં છે.

કાર્યકરોમાં આંતરિક રોષ
પાર્ટીના પ્રોટોકોલ પ્રમાણે સંગીતા પાટીલના લિંબાયત મત વિસ્તાર કરતાં વધારે ચોર્યાસી વિધાનસભા મતવિસ્તાર આવે છે. છતાં પણ જાણે ઝંખના પટેલની અવગણના કરીને માત્ર સંગીતા પાટીલ નો ફોટો મૂકી દેવાયો છે. ભાજપના પૂર્વ કોર્પોરેટર અને પાણી સમિતિના ચેરમેન હિંમત બેલડીયા દ્વારા ફેસબુક ઉપર પોસ્ટ મૂકવામાં આવી છે. જેમાં તેમણે કોઈપણ ધારાસભ્ય નો ઉલ્લેખ કર્યા વગર ગર્ભિત રીતે ચોર્યાસી વિધાનસભા મતવિસ્તારના ધારા સભ્યને ભૂલાયા હોય તેવું લખ્યું છે. તેમના સિવાય ડુંભાલ પર્વત પાટિયા મતવિસ્તારમાં ઝંખના પટેલ ના સમર્થક કાર્યકર્તાઓમાં પણ આંતરિક રોષ જોવા મળી રહ્યો છે પરંતુ પાર્ટીના પ્રોટોકોલ અને શિસ્તના કારણે કોઈ જાહેરમાં બોલવા તૈયાર થઈ રહ્યું નથી પરંતુ આંતરિક ગણગણાટ ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે.

ઝંખના પટેલના સમર્થકોમાં રોષ
ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી.આર.પાટીલ અને સંગીતા પાટીલના ફોટા હોવાને કારણે સંગીતા પાટીલ સામે પણ કોઈ પ્રશ્ન ઉઠાવવા તૈયાર થતું નથી. કારણકે, સંગીતા પાટીલ સામે વિરોધ કરો તો સીધો સી. આર. પાટીલના રોષનો ભોગ બનવું પડે તે પ્રકારનો ભય જોવા મળતો હોય છે. જેને કારણે ઝંખના પટેલના સમર્થક કાર્યકર્તાઓ પણ આ બાબતે સ્પષ્ટ બોલવા તૈયાર થતાં નથી.

ધારાસભ્યના નજીકના કાર્યકરોએ સોશિયલ મીડિયામાં સવાલો ઉઠાવ્યાં હતાં.
ધારાસભ્યના નજીકના કાર્યકરોએ સોશિયલ મીડિયામાં સવાલો ઉઠાવ્યાં હતાં.

ચર્ચાનો વિષય બન્યો
પાર્ટીના પ્રોટોકોલ પ્રમાણે જે-તે મત વિસ્તારમાં કોઇ પણ વિકાસના કામ થાય તો તે વિસ્તારના સાંસદ ધારાસભ્ય અને કોર્પોરેટરોને ફોટામાં સ્થાન આપવામાં આવતું હોય છે. આ વિસ્તારમાં ખૂબ જ ઓછો એવો વોર્ડ છે કે જે લિંબાયત વિધાનસભામાં આવે છે અને વધુ ચોર્યાસી વિધાનસભા એટલે કે ઝંખના પટેલના મત વિસ્તારના છે છતાં પણ માત્ર સી આર પાટીલ અને સંગીતા પાટીલના ફોટા મુકાતા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.