રહસ્ય:સુરતમાં લિવઈનમાં રહેતા વૃદ્ધાનું કોરોના વેક્સિન લીધા બાદ શંકાસ્પદ મોત, ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાશે

સુરત6 મહિનો પહેલા
વેક્સિન લીધા બાદ વૃદ્ધાની તબિયત લથડી હતી.
  • રવિવારે મિલેનિયમ માર્કેટમાં કોરોના વેક્સિનનો પહેલો ડોઝ લીધો હતો

સુરતના નવાગામથી શંકાસ્પદ બીમાર હાલતમાં સિવિલ હોસ્પિટલ લવાયેલી એક વૃદ્ધાને ડોક્ટરોએ મૃત જાહેર કરી હતી. લિવઈનમાં રહી કાપડ માર્કેટમાં સફાઈ કામ કરતી વૃદ્ધા સુલ્તાનાબાનુએ રવિવારના રોજ કોરોના વેક્સિન લીધા બાદ તબિયત લથડી હોવાનું સાથી કર્મચારીઓએ જણાવ્યું હતું. હાલ સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.

વૃદ્ધા 20 વર્ષથી લિવઈનમાં રહેતા હતા
રોહિત સ્વાઈ (વૃદ્ધા સાથે લિવઈનમાં રહેતા વૃદ્ધ) એ જણાવ્યું હતું કે, 20 વર્ષથી તેઓ સુલ્તાનાબાનુ સાથે લિવઇનમાં રહેતા હતા. સુલ્તાનાબાનુ મિલેનિયમ માર્કેટમાં ઝાડુ પોતા મારવાનું કામ કરતી હતી. રવિવારે સુલ્તાનાબાનુએ માર્કેટમાં જ કોરોના વેક્સિનનો પહેલો ડોઝ લીધો હતો.

108માં સિવિલ લવાતા વૃદ્ધાને મૃત જાહેર કરાયા.
108માં સિવિલ લવાતા વૃદ્ધાને મૃત જાહેર કરાયા.

ભોજન પણ બનાવી શકે એવી પરિસ્થિતિમાં ન હતી
વધુમાં જણાવ્યું હતું કે વેક્સિન લીધા બાદ સુલ્તાનાબાનુની તબિયત બગડી હતી. સોમવારે એ કામ પર પણ ગઈ ન હતી. જોકે, આખો દિવસ હું કામ પર હતો. રાત્રે ઘરે આવ્યા બાદ ખબર પડી કે ભોજન પણ બનાવી શકે એવી પરિસ્થિતિમાં ન હતી. ત્યારબાદ મેં ભોજન બનાવ્યું પણ સુલ્તાનાબાનું એ ભોજન કર્યુ ન હતું અને પાણી પી સૂઈ ગઈ હતી.

વેક્સિન લીધાના બે દિવસમાં વૃદ્ધાનું શંકાસ્પદ મોત.
વેક્સિન લીધાના બે દિવસમાં વૃદ્ધાનું શંકાસ્પદ મોત.

વૃદ્ધાનો રેપિડ ટેસ્ટ નેગેટિવ આવ્યો
વધુમાં જણાવ્યું હતું કે, સવારે સુલ્તાનાબાનુ ઉંઘમાંથી ન જાગતા 108ને કોલ કરી બોલાવ્યો હતો. ત્યારબાદ 108માં સિવિલ લવાતા સુલ્તાનાબાનું મૃત જાહેર કરાઈ હતી. હાલ પોલીસને જાણ કરાઈ છે એટલું જ નહીં પણ રેપિડ ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. ડોક્ટરો કહી રહ્યા છે કે મૃત્યુ નું કારણ જાણવા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવું પડશે.

શંકાસ્પદ નિશાન મળી આવ્યા
સુલ્તાનાબાનું રોહિત સ્વાઈ શંકાસ્પદ મૃત્યુ કેસમાં ડૉક્ટર નિશા ચંદ્રા (પોસ્ટ મોર્ટમ કરનાર) તબીબે જણાવ્યું હતું કે, ગળા પર નખોરીયાના નિશાન છે, આંખ અને મોઢા પર ઇજાના નિશાન છે.તેમ છતાં પોલીસે ઇન્કવેસ્ટમાં કશું પણ ઉલ્લેખ કર્યો નથી. મૃતદેહના તપાસ બાદ શંકાસ્પદ નિશાન મળી આવતા પોસ્ટ મોર્ટમ હવે ફોરેન્સિક વિભાગ જ કરશે.