તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના સુરત LIVE:પોઝિટિવ કેસનો આંક 143114 પર પહોંચ્યો, મૃત્યુઆંક 2109 પર સ્થિર, કુલ 140089 દર્દી રિકવર થયા

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 916 થઈ

મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 143114 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 2109 પર સ્થિર છે. ગત રોજ શહેરમાંથી 118 અને જિલ્લામાંથી 27 દર્દીઓ મળી 145 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 140089 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે.

એક્ટિવ કેસમાં સતત ઘટાડો
શહેર જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસમાં સતત ઘટાડો અને સાજા થનારા દર્દીઓની સંખ્યા વધુ રહેતા એક્ટિવ કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સાડા ત્રણ મહિના બાદ શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1 હજાર થી નીચે પહોંચી ગઈ છે. હાલ શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 916 થઈ ગઈ છે. ગઈ તા. 11 માર્ચના રોજ શહેર જિલ્લામાં 967 નોંધાઈ હતી. શહેરમાં 16 અને જિલ્લામાં 10 કેસ સાથે શહેર જિલ્લામાં ગુરૂવારે કોરોનાના વધુ 26 કેસ પોઝિટિવ નોંધાયા છે.

મ્યુકોરમાઇકોસિસના નવા 02 દર્દીઓ દાખલ
નવી સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસિસના નવા 02 દર્દીઓ દાખલ થયા હતા. જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં 02 દર્દીઓને દાખલ કરાયા હતા. નવી સિવિલ હોસ્પિટલમાંથી આજે 06 દર્દીને અને સ્મીમેર હોસ્પિટલમાંથી 01 દર્દીને રજા આપવામાં આવી હતી. નવી સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસિસના 05 દર્દીની સર્જરી કરાઈ હતી. જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં 01 સર્જરી કરાઈ હતી.