સુરતની નવરાત્રિ LIVE:ત્રીજા નોરતે સુરતી નાર બની ઘેલી, શેરી ગરબામાં ખેલૈયાઓ ઝૂમી ઉઠ્યાં

સુરત2 મહિનો પહેલા
સુરતી ગર્લ્સ ગરબાને પૂરી રીતે માણવા જાણે ધેલી બની હોય તેવા દૃશ્યો સર્જાયા હતા.
  • નવરાત્રિની રાહ જોઈ રહેલા ખેલૈયાઓ મનમૂકીને ગરબે ઘૂમ્યા

સુરતમાં નવરાત્રિના ત્રીજા દિવસે ખેલૈયાઓમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો. ગરબા રસિકો શેરીઓ, ગાર્ડન અને ખુલ્લા મેદાનમાં ગરબે ઘૂમ્યા હતા. શેરીઓમાં ગરબા જોવા વાળાઓએ પણ મોટી સંખ્યામાં હાજર રહી ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો હતો. કોરોના બાદ છૂટી મળતા સુરતી ગર્લ્સ ગરબાને પૂરી રીતે માણવા જાણે ધેલી બની હોય તેવા દૃશ્યો સર્જાયા હતા.

સૌરાષ્ટ્ર પટેલ સમાજની વાડી પુણા ગામ.
સૌરાષ્ટ્ર પટેલ સમાજની વાડી પુણા ગામ.

ગરબાનો ઉત્સાહ ડીજેના તાલે જોવા મળ્યો
કોરોના શરુ થયો ત્યારથી તહેવારોની ઉજવણીમાં પર ગ્રહણ લાગ્યું હતું. હવે કેસ નિયંત્રણમાં આવતા કેટલીક મર્યાદા સાથે સરકારે ફરીથી છૂટછાટ આપી છે. ત્યારે ગુજરાતીઓનો અને ગુજરાતનો લોકપ્રિય તહેવાર નવરાત્રિની શેરી, ગલીઓ અને સોસાયટીઓમાં ધામધૂમથી ઉજવણી શરૂ થઈ ગઈ છે. આજે ત્રીજા નોરતે શહેરની મોટાભાગની સોસાયટીમાં ગરબાનો ઉત્સાહ ડીજેના તાલે જોવા મળ્યો છે.

શંકરર્તન સોસાયટી અડાજણ.
શંકરર્તન સોસાયટી અડાજણ.

નવરાત્રિના ગરબા પરિવાર સાથે
કોરોના મહામારીને કારણે ગત વર્ષે સાવ બંધ રહેલા નવરાત્રિ ગરબામાં આ વર્ષે સરકાર દ્વારા શેરી ગરબામાં 400 લોકોની સંખ્યા સાથે છૂટ આપવામાં આવી છે. ત્યારે સુરતમાં ખેલૈયાઓએ ઉત્સાહ અને ઉમંગ સાથે મા અંબાની આરાધના સમા નવરાત્રિના ગરબા પરિવાર સાથે આનંદ માણ્યો છે.

ગ્રીન વેક્ટેરિયા અલથાણ.
ગ્રીન વેક્ટેરિયા અલથાણ.

અલગ અલગ વિસ્તારોમાં નવરાત્રિની જમાવટ
સુરતના સૌરાષ્ટ્ર પટેલ સમાજની વાડી પુણા ગામ, શંકરર્તન સોસાયટી અડાજણ, ગ્રીન વેક્ટેરિયા અલથાણ, રતનદીપ સોસાયટી ભટાર, રોયલ હિલ્સ રેસીડેન્સી મોટાવરાછા, રધુવીર સેફરોન અલથાણ, બ્રાહ્મણ ફળિયું ફુલપાડા સહિતના વિસ્તારોમાં શેરી ગરબાની જમાવટ જોવા મળી રહ્યાં છે. છેલ્લા ઘણા સમયથી નવરાત્રિની રાહ જોઈ રહેલા ખેલૈયાઓ મનમૂકીને ગરબે ઘૂમતા જોવા મળ્યાં હતાં.

રતનદીપ સોસાયટી ભટાર.
રતનદીપ સોસાયટી ભટાર.

સુરત પોલીસ કમિશનરનું જાહેરનામું
નવરાત્રિ દરમિયાન સુરત શહેરમાં રાત્રિના 12 વાગ્યા સુધી શેરી, સોસાયટી, ફ્લેટમાં ગરબામા આયોજન છૂટી આપવામાં આવી છે. આયોજન કરતાઓએ રાત્રિના 12 વાગ્યે તમામ લોકો પોતાના ઘરે પહોંચી જાય તેવી રીતે આયોજન કરવાનું રહેશે. જો કોઇ રાત્રિના 12 વાગ્યા બાદ મળી આવશે તો તેઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

રોયલ હિલ્સ રેસીડેન્સી મોટાવરાછા.
રોયલ હિલ્સ રેસીડેન્સી મોટાવરાછા.

કાયદાનું પાલન કરવાનું રહેશે
સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ લાઉડસ્પીકરનો ઉપયોગ કરી શકાશે તેમજ ગરબા ઉજવણીમાં ભાગ લેનાર દરેક વ્યકિતઓએ કોરોના વેક્સિનના બે ડોઝ લીધેલા હોવા જોઇએ. ગરબા દરમિયાન ભાગ લેનાર લોકોને વેક્સિન લેવા અંગે જાગૃત કરવા તેમજ જેઓએ વેક્સિન લીધી ન હોય તેઓને વેક્સિન લેવા પ્રોત્સાહીત કરવા અપીલ કરવામાં આવે છે.

રધુવીર સેફરોન અલથાણ.
રધુવીર સેફરોન અલથાણ.
બ્રાહ્મણ ફળિયું ફુલપાડા.
બ્રાહ્મણ ફળિયું ફુલપાડા.