તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના સુરત LIVE:વધુ 115 કેસ સાથે પોઝિટિવનો આંકડો વધીને 1,42,021 પર પહોંચ્યો, નવા 2 મોત સાથે મૃત્યુઆંક 2089 થયો

સુરત10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • શહેર જિલ્લામાં કોરોનાના કુલ 2523 એક્ટિવ કેસ

કોરોના સંક્રમણ ધીમે ધીમે ઘટી રહ્યું છે. સુરત મહાનગર પાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે વધુ 115 કેસ સાથે પોઝિટિવનો આંકડો વધીને 1,42,021 પર પહોંચ્યો છે. સરકારી ચોપડે આજે નવા 2 મોત સાથએ મૃત્યુઆંક 2089 થયો છે. આજે શહેરમાંથી 104 અને જિલ્લામાંથી 76 લોકોને કોરોનામુક્ત જાહેર કરવામાં આવ્યાં છે. જેથી ડિસ્ચાર્જનો આંકડો વધીને 1,37,409 પર પહોંચ્યો છે. હાલ શહેર અને જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 2523 થઈ છે.

એક્ટિવ કેસમાં સતત ઘટાડો
સુરત શહેર જિલ્લામાં કોરોના સંક્રમણ કાબૂમાં આવી રહ્યું છે. ગત રોજ શહેર જિલ્લામાં 141 કેસ નોંધાયા હતા. શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સામે રિકવરી થનાર દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જેથી એક્ટિવ કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. હાલ શહેર જિલ્લામાં કોરોનાના કુલ 2523 એક્ટિવ કેસ છે.

સરકારી હોસ્પિટલમાં મ્યુકોરમાઈકોસીના નવા 3 દર્દી દાખલ
સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસિસના નવા 2 દર્દી દાખલ થયા હતા.જયારે 3 દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યું હતું.1 દર્દીના મોત સાથે સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસિસમાં કુલ મૃત્યુનો આંકડો 22 પર પહોંચી ગયો છે.રવિવારે સિવિલ હોસ્પિટલમાં 2 મેજર અને 8 માઇનોર સર્જરી કરવામાં આવી હતી.અત્યાર સુધીમાં કુલ 249 સર્જરી થઇ ચુકી છે.સ્મીમેર હોસ્પિટલમાં રવિવારે 1 દર્દી દાખલ થયું હતું. જ્યારે 1 દર્દીનું સારવાર દરમિયાન મોત નિપજતા સ્મીમેર હોસ્પિટલમાં કુલ 14 દર્દીના મોત થઇ ચુક્યા છે. સ્મીમેર હોસ્પિટલમાં ફક્ત 1 સર્જરી કરવામાં આવી હતી.જયારે 1 દર્દીને રજા આપવામાં આવી હતી.