તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોતની છલાંગનો LIVE વીડિયો:સુરતમાં શિક્ષિકાનો 14મા માળેથી કૂદવાનો દર્દનાક વીડિયો સામે આવ્યો, વીડિયો શૂટ કરનાર પણ હચમચી ગયો

સુરત13 દિવસ પહેલા
 • ત્રણ દિવસ પહેલાં જલ્પા નામની શિક્ષિકાએ 14મા માળેથી આપઘાત કર્યો હતો
 • શિક્ષિકાએ આત્મહત્યા પહેલાં લખેલી સુસાઈડ નોટ પોલીસને મળી આવી હતી

સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં કોરોના સર્વે કરવા ગયેલી જલ્પા નામની શિક્ષિકાએ 14મા માળેથી આપઘાત કરી લેવાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. આ આપઘાતનો હવે વીડિયો સામે આવ્યો છે. બે દિવસ પહેલા શિક્ષિકાએ આત્મહત્યા પહેલા લખેલી સુસાઈડ નોટ પોલીસને મળી આવી હતી. આ સુસાઈડ નોટમાં શિક્ષિકાએ આપઘાત કેમ કર્યો તેની પાછળનું કારણ જણાવ્યું હતું. આ મામલે પોલીસે આપઘાતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

શૂટ કરનારથી 'ઓહ મા' થઈ ગયું
​​​​​​​વીડિયોમાં જોઈ શકાય છે કે, શિક્ષિકા બિલ્ડીંગની છત પર ઊભી છે અને પછી મોતની છલાંગ લગાવી દે છે. આપઘાતની આ ઘટનાને કોઈ રાહદારીએ બિલ્ડીંગ બહારથી પોતાના મોબાઈલમાં કેદ કરી છે. તે વીડિયો ઉતારતો હતો એવામાં જ મહિલા ઉપરથી છલાંગ લગાવી દે છે, આ જોઈ વીડિયો બનાવનારના મોંઢામાંથી પણ 'ઓહ મા' એવો ઉચ્ચાર નીકળી પડ્યો છે.

ભાઈ મને બહુ વ્હાલો છે, પપ્પા-મમ્મી હું પાછી તમારા ઘરે જન્મ લઈશ
ભાઈ મને બહુ વ્હાલો છે, પપ્પા-મમ્મી હું પાછી તમારા ઘરે જન્મ લઈશ

હું મનથી થાકી ગઈ છું
શિક્ષિકાએ મોતની છલાંગ લગાવતા પહેલા સુસાઈડ નોટમાં જણાવ્યું છે કે, 'હું મનથી થાકી ગઈ છું, ભાઈ મને બહુ વ્હાલો છે, પપ્પા-મમ્મી હું પાછી તમારા ઘરે જન્મ લઈશ.' માતા-પિતા દીકરીની સુસાઈડ નોટ વાંચી શોકમાં ગરકાવ થઈ ગયા છે. મળતી માહિતી મુજબ મરનાર શિક્ષિકાનો ભાઈ સાઉથ આફ્રિકા રહે છે, શિક્ષિકાએ મરતા પહેલા ભાઈને ડિપ્રેશનમાં હોવાનો મેસેજ કર્યો હતો. બહેનના મોતના સમાચાર મળતા ભાઈ સાઉથ આફ્રિકાથી ભારત આવવા માટે રવાના થઈ ગયો છે.

આ બિલ્ડીંગ પરથી મહિલાએ આપઘાત કર્યો
આ બિલ્ડીંગ પરથી મહિલાએ આપઘાત કર્યો

ઉલ્લેખનીય છે કે, મોટા વરાછા ખાતે આવેલ એક એપાર્ટમેન્ટના 14મા માળેથી કોરોના સર્વે કરવા આવેલ શિક્ષિકાએ કૂદીને આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. જોકે મહિલાએ આપઘાત માટે કૂદકો મારતા નીચે પડેલી ગાડી પર પડતા ગાડીને પણ નુકશાન થયું હતું.

પ્રિન્સેસ હાઉસમાં સર્વે માટેની કામગીરી માટે ગઈ હતી
ગુજરાત સાથે સુરતમાં કોરોના મહામારી સતત વધી રહે છે, ત્યારે તંત્ર દ્વારા લોકોના ઘરે જઈ કોરોનાના સર્વેની કામગીરી હાલમાં શિક્ષકો કરી રહ્યા છે. સુરતના નાના વરાછા ખાતે રહેતી અને ખાનગી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી 24 વર્ષીય જલ્પા પોતાની ટીમ સાથે મોટા વરાછા ખાતે આવેલા પ્રિન્સેસ હાઉસમાં સર્વે માટેની કામગીરી માટે ગઈ હતી, અને અચાનક આ બિલ્ડિંગનાં 14 માળેથી આ મહિલાએ કૂદકો મારી આપઘાત કરી લીધો હતો.

બિલ્ડિંગમાં રહેતા લોકો તાત્કાલિક બહાર દોડી આવ્યા
​​​​​​​​​​​​​​મહિલાના આપઘાતના પગલે બિલ્ડિગમાં રહેતા લોકો તાત્કાલિક બહાર દોડી આવ્યા હતા. જોકે સર્વેની કામગીરી કરવા આવેલી શિક્ષિકા દ્વારા આ પગલું ભરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણકારી સ્થાનિક લોકોએ અમરોલી પોલીસે આપતા અમરોલી પોલીસ પણ ઘટના સ્થળ પર દોડી આવીને આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી. મહિલાના આ પગલાંને લઈને તેના પિતા પણ બનાવવાળી જગ્યા પર દોડી આવ્યા હતા. જોકે પોતાની પુત્રીએ ભરેલા પગલાંને લઇને આ મહિલાનો પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો