તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના સુરત LIVE:પોઝિટિવ કેસનો આંક 127658 પર પહોંચ્યો, મૃત્યુઆંક 1871 અને કુલ 111306 દર્દી રિકવર થયા

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરત કોવિડ હોસ્પિટલની ફાઈલ તસવીર. - Divya Bhaskar
સુરત કોવિડ હોસ્પિટલની ફાઈલ તસવીર.
  • શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 14481 થઈ

મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 127658 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક વધીને 1871 થયો છે. ગત રોજ શહેરમાંથી 1896 અને જિલ્લામાંથી 335 મળી શહેર જિલ્લામાંથી 2231 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. આ સાથે અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 111306 કોરોનાના દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચૂક્યા છે.

એક્ટિવ કેસમાં ઘટાડો થઈ રહ્યો છે
શહેરમાં જિલ્લામાં રોજ કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સાથે શહેરમાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા 1 લાખને પાર કરી 100256 થઈ ગઈ છે. પોઝિટિવ કેસની સામે સાજા થનારા દર્દીઓની સંખ્યામાં સતત વધારો થતા એક્ટિવ કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 14481 થઈ ગઈ છે.

સ્મીમેર હોસ્પિટલમાં કોવિડ-19ની હાલની સ્થિતિ

  • હોસ્પિટલમાં કુલ 314 દર્દીઓ સારવાર હેઠળ જે પૈકી 222 પોઝિટિવ દર્દીઓ, 2 શંકાસ્પદ દર્દીઓ તથા 90 નેગેટિવ દર્દીઓ છે.
  • 221 પોઝિટિવ દર્દીઓ પૈકી 23 વેન્ટીલેટર, 82 બાયપેપ, 100 ઓકિસજન પર અને અન્ય 17 દર્દીઓ નોર્મલ એર રૂમ પર સારવાર લઈ રહ્યા છે.
  • 7 દર્દીઓને ખાનગી હોસ્પિટલોમાં રીફર કરવામાં આવ્યા.
  • હેલ્પ ડેસ્કઃ 329 ઓડિયો કોલ, 317 વીડિયો કોલ કરવામાં આવ્યા. 341 સ્વજનોને રૂબરૂમાં સ્થળ પર સમજણ અને માર્ગદર્શન આપવામાં આવ્યું.

નવી સિવિલ હોસ્પિટલમાં કોવિડ-19ની હાલની સ્થિતિ

  • હોસ્પિટલમાં કુલ 490 દર્દીઓ સારવાર હેઠળ જે પૈકી 395 પોઝિટિવ દર્દીઓ, 54 શંકાસ્પદ દર્દીઓ, તથા 41 નેગેટિવ દર્દીઓ છે.
  • 395 પોઝિટિવ દર્દીઓ પૈકી 177 બાયપેપ, 20 ઇન્વેઝીવ વેરીયન્ટ, 149 ઓકિસજન પર અને અન્ય 49 દર્દીઓ નોર્મલ એર રૂમ પર સારવાર લઈ રહ્યા છે.
  • 54 શંકાસ્પદ દર્દીઓ પૈકી 31 દર્દીઓ બાયપેપ પર 23 ઓકિસજન પર તથા 41 નેગેટિવ દર્દીઓ પૈકી 20 બાયપેપ તથા 21 દર્દીઓ ઓકિસજન પર છે.
  • 6 દર્દીઓને શીંફટીગ જે પૈકી 6 દર્દીઓને ખાનગી હોસ્પિટલોમાં રીફર કરવામાં આવ્યા છે.