તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના સુરત LIVE:વધુ 12 કેસ સાથે પોઝિટિવનો આંકડો વધીને 1,43,350 થયો, નવા 1 મોત સાથે મૃત્યુઆંક 2113 પર પહોંચ્યો

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 100 થઈ

કોરોના સંક્રમણમાં ઘટાડો યથાવત રહેવા પામ્યો છે. સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે વધુ 12 કેસ સાથે પોઝિટિવ કેસનો આંકડો વધીને 1,43,350 પર પહોંચ્યો છે. સરકારી ચોપડે વધુ 1 મોત નીપજતા મૃત્યુઆંક વધીને 2113 પર પહોંચ્યો છે. શહેરમાંથી આજે 11 અને જિલ્લામાંથી 7 લોકોને કોરોનામુક્ત જાહેર કરવામાં આવ્યાં છે. જેથી ડિસ્ચાર્જનો કુલ આંકડો વધીને 1,41,137 પર પહોંચ્યો છે. હાલ શહેર અને જિલ્લામાં કુલ 100 એક્ટિવ કેસ છે.

એક્ટિવ કેસમાં સતત ઘટાડો
સુરત શહેર જિલ્લામાં કોરોના સંક્રમણ કાબૂમાં આવી રહ્યું છે. ગત રોજ શહેરમાં 09 અને જિલ્લામાં 03 કેસ સાથે શહેર જિલ્લામાં કોરોનાના વધુ 12 કેસ પોઝિટિવ નોંધાયા હતા. શહેર જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસમાં સતત ઘટાડો અને સાજા થનારા દર્દીઓની સંખ્યા વધુ રહેતા એક્ટિવ કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. હાલ શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 100 થઈ ગઈ છે.

મ્યુકોરમાઇકોસિસ કેસની સ્મીમેર હોસ્પિટલ અપડેટ

  • દાખલ દર્દી: 02
  • હોસ્પિટલમાં કેટલા દર્દી સારવાર હેઠળ: 22
  • અત્યાર સુધીમાં કેટલા દર્દીના મોત: 21
  • અત્યાર સુધીમાં હોસ્પિટલમાં કુલ કેટલા દર્દીઓએ સારવાર લીધી: 353
  • અત્યાર સુધીમાં કુલ કેટલી સર્જરી થઈ: 71
  • આજે કેટલા દર્દી ને રજા આપી અને દામામાં ગયા: 06
  • કુલ કેટલા દર્દીઓને રજા આપી અને દામામાં ગયા: 111
  • કુલ કેટલા દર્દીઓને આંખ દૂર કરવામાં આવી છે: 05