સુરત શહેર જિલ્લામાં કોરોનાના કેસમાં નજીવો વધારો થયો છે. નવા 4 કેસ સાથે પોઝિટિવનો આંકડો વધીને 1,43,525 થયો છે.જ્યારે ટેસ્ટિંગ પણ 10 હજાર નજીક રાખવામાં આવ્યું છે. આ સાથે પાલિકા દ્વારા કોવિશીલ્ડની સાથે કોવેક્સિન રસીના સેન્ટરમાં વધારો કરવામાં આવ્યો છે. કોવેક્સિન રસી માટે 15 સેન્ટર જાહેર કરવામાં આવ્યા છે. આજે 139 સેન્ટર પર રસી આપવામાં આવશે.
શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 50
શહેરમાં આજ રોજ 02 અને જિલ્લામાં 02 કેસ સાથે શહેર-જિલ્લામાં કોરોનાના વધુ 04 કેસ પોઝિટિવ નોંધાયા હતા. આ સાથે અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 143525 થઈ છે. શહેર અને જિલ્લામાં કોરોનાના એક પણ દર્દીનું મોત નિપજ્યું ન હતું. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃતાંક 2114 થયો છે. આજ રોજ શહેરમાંથી 02 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 141361 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 50 નોંધાઈ છે.
મ્યુકોરમાઇકોસિસનો એક પણ કેસ નોંધાયો નહીં
સુરત શહેરમાં સિવિલ હોસ્પિટલમાં કોરોનાના 4 અને સ્મીમેરમાં 1 દર્દીની હાલત ગંભીર છે. જ્યારે મ્યુકોરમાઇકોસિસમાં નવી સિવિલ અને સ્મીમેરમાં એક પણ કેસ નોંધાયા નથી. અત્યાર સુધીમાં સિવિલમાં 43 અને સ્મીમેરમાં 25 મળી કુલ 68 દર્દીઓ મોતને ભેટ્યા છે.
સુરતમાં 29.97 લાખ લોકોએ વેક્સિન લીધી
સુરત શહેરમાં અત્યાર સુધીમાં 29.97 લાખ લોકોએ વેક્સિન લીધી છે. જેમાં 22.55 લાખ લોકોએ પહેલો ડોઝ મૂકાવ્યો છે. જ્યારે 7.42 લાખ લોકોએ બંને ડોઝ મૂકાવ્યા છે. આજે 139 સેન્ટર પર રસી આપવામાં આવશે.
રસીકરણ સેન્ટરનું લીસ્ટ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.