તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના સુરત LIVE:વધુ 1162 કેસ સાથે પોઝિટિવનો આંકડો વધીને 1,27,658 થયો, નવા 12 મોત સાથે મૃત્યુઆંક 1871 પર પહોંચ્યો

સુરત3 મહિનો પહેલા
કોરોના સંક્રમણને કાબૂમાં લેવા મનપા દ્વારા એક નવી રીતે અપનાવીને વોર રૂમ શરુ કરવામાં આવ્યો છે.
  • શહેર અને જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 14,481 પર પહોંચી

કોરોના સંક્રમણના વળતા પાણી ધીમી ગતિએ શરૂ થવાનું યથાવત રહ્યું છે. સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે વધુ 1162 કેસ સાથે પોઝિટિવનો આંકડો વધીને 1,27,658 પર પહોંચી ગયો છે. સરકારી ચોપડે વધુ 12 મોત સાથે મૃત્યુઆંક 1871 પર પહોંચી ગયો છે. આજે શહેરમાંથી 1896 અને જિલ્લામાંથી 335 દર્દીઓને કોરોનામુક્ત જાહેર કરવામાં આવ્યાં છે. જેથી શહેર અને જિલ્લામાં મળીને કુલ એક્ટિવ કેસ 14,481 નોંધાયા છે.

લોકોએ તકેદારી રાખવી પણ જરૂરીઃ પાલિકા કમિશનર
શહેરમાં જે જગ્યામાં કોરોના સંક્રમણનું પ્રમાણ વધારે છે ત્યાં તાકીદે કામગીરી કરવી જરૂરી છે. પરંતુ લોકોને એટલી જ તકેદારી રાખવી પણ જરૂરી છે. હાલમાં ઓક્સીજનની જરૂરીયાત ઘટી છે. પહેલા 104માં 260 જેટલા કોલ આવતા હતા તે ઘટીને 60 થયા છે. સુરતમાં હાલમાં 257 જેટલા ધન્વંતરી રથ કાર્યરત છે. જયારે 250 જેટલા સંજીવની રથ કાર્યરત છે.

દરરોજ 30 હજાર ટેસ્ટિંગ
મનપા કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં 24 ટકા ઓક્સિજન બેડ ઓક્યુપાઈડ છે અને 75 ટકા બેડ ખાલી છે. શહેરમાં 43 ટકા બેડ ઓક્યુપાઈડ છે અને 48 ટકા બેડ ખાલી છે. આ ઉપરાંત દરરોજ 30 હજારથી વધુ લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. શહેરમાં કોરોના સંક્રમણનો વ્યાપ કંઈક અંશે ઘટી રહ્યો છે પરંતુ સંજીવની રથ ધન્વંતરી રથ દ્વારા કરવામાં આવતી કામગીરી યથાવત રીતે શરુ રાખવાની સૂચના આપી છે.

સંજીવની અને ધન્વંતરી રથ દ્વારા કરવામાં આવતી કામગીરી યથાવત રીતે શરુ રાખવાની સૂચના આપી છે.
સંજીવની અને ધન્વંતરી રથ દ્વારા કરવામાં આવતી કામગીરી યથાવત રીતે શરુ રાખવાની સૂચના આપી છે.

પોઝિટિવ કેસમાં ઘટાડો નોંધાયો
મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 126496 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક વધને 1859 થયો છે. ગત રોજ શહેરમાં 1670 અને જિલ્લામાં 372 મળી 2042 લોકો કોરોનામાંથી સાજા થઇ ગયા હતા.અત્યાર સુધીમાં 109075 લોકો કોરોનાને માત આપી ચુક્યા છે.હાલ શહેર જિલ્લામાં 15562 એક્ટિવ કેસ છે.

સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં 24 ટકા ઓક્સિજન બેડ ઓક્યુપાઈડ છે અને 75 ટકા બેડ ખાલી છે.
સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં 24 ટકા ઓક્સિજન બેડ ઓક્યુપાઈડ છે અને 75 ટકા બેડ ખાલી છે.

સ્મીમેર હોસ્પિટલમાં કોવિડ-19ની હાલની સ્થિતિ

  • હોસ્પિટલમાં કુલ 308 દર્દીઓ સારવાર હેઠળ જે પૈકી 221 પોઝિટિવ દર્દીઓ, 11 શંકાસ્પદ દર્દીઓ, તથા 76 નેગેટીવ દર્દીઓ છે.
  • 221 પોઝિટિવ દર્દીઓ પૈકી 27 વેન્ટીલેટર, 75 બાયપેપ , 107 ઓકિસજન પર અને અન્ય 12 દર્દીઓ નોર્મલ એર રૂમ પર સારવાર લઈ રહ્યા છે.
  • 8 દર્દીઓને ખાનગી હોસ્પિટલોમાં રીફર કરવામાં આવ્યા.
  • હેલ્પ ડેસ્કઃ 320 ઓડિયો કોલ, 301 વીડિયો કોલ કરવામાં આવ્યા. 333 સ્વજનોને રૂબરૂમાં સ્થળ પર સમજણ અને માર્ગદર્શન આપવામાં આવ્યું.

સિવિલ હોસ્પિટલમાં કોવિડ-19ની હાલની સ્થિતિ

  • હોસ્પિટલમાં કુલ 502 દર્દીઓ સારવાર હેઠળ જે પૈકી 404 પોઝિટિવ દર્દીઓ, 65 શંકાસ્પદ દર્દીઓ, તથા 33 નેગેટિવ દર્દીઓ છે.
  • 404 પોઝિટિવ દર્દીઓ પૈકી 200 બાયપેપ, 26 ઇન્વેઝીવ વેરીયન્ટ, 142 ઓકિસજન પર અને અન્ય 36 દર્દીઓ નોર્મલ એર રૂમ પર સારવાર લઈ રહ્યા છે.
  • 65 શંકાસ્પદ દર્દીઓ પૈકી 44 દર્દીઓ બાયપેપ પર 21 ઓકિસજન પર તથા 33 નેગેટિવ દર્દીઓ પૈકી 5 બાયપેપ તથા 28 દર્દીઓ ઓકિસજન પર છે.
  • 12 દર્દીઓને શીંફટીગ જે પૈકી 3 દર્દીઓને કોમ્યુનિટી આઈસોલેશન સેન્ટરોમાં અને 9 દર્દીઓને ખાનગી હોસ્પિટલોમાં રીફર કરવામાં આવ્યા છે.
  • હેલ્પ ડેસ્ક: 283 ઓડિયો કોલ, 302 વીડિયો કોલ, 202 આઉટ સાઈટ કોલ કરવામાં આવ્યા. 293 સ્વજનોને રૂબરૂમાં સ્થળ પર સમજણ અને માર્ગદર્શન આપવામાં આવ્યું.