તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના સુરત LIVE:વધુ 109 કેસ સાથે પોઝિટિવનો આંકડો 1,42,130 પર પહોંચ્યો, નવા 3 મોત સાથે મૃત્યુઆંક 2092 થયો

સુરત9 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 2464 થઈ

કોરોના સંક્રમણમાં ધીમે ધીમે ઘટાડો નોંધાઈ રહ્યો છે. સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે વધુ 109 કેસ સાથે પોઝિટિવનો આંકડો વધીને 1,42,130 પર પહોંચ્યો છે. સરકારી ચોપડે નવા 3 મોત સાથે મૃત્યુઆંક 2092 પર પહોંચ્યો છે. આજે શહેરમાંથી 102 અને જિલ્લામાંથી 63 લોકોને કોરોનામુક્ત જાહેર કરવામાં આવ્યાં છે. જેથી કુલ ડિસ્ચાર્જનો આંકડો વધીને 1,37,574 પર પહોંચ્યો છે. હાલ શહેર અને જિલ્લામાં કુલ 2464 એક્ટિવ કેસ છે.

એક્ટિવ કેસમાં સતત ઘટાડો
સુરત શહેર જિલ્લામાં કોરોનાનું સંક્રમણ કાબૂમાં આવી રહ્યું છે. ગત રોજ શહેરમાં 76 અને જિલ્લામાં 39 કેસ સાથે શહેર જિલ્લામાં કોરોનાના વધુ 115 કેસ પોઝિટિવ નોંધાયા હતા. પોઝિટિવ કેસની સામે સાજા થનારા દર્દીઓની સંખ્યા વધુ રહેતા એક્ટિવ કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સોમવારે શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 2464 થઈ ગઈ છે.

મ્યુકોરમાઇકોસિસમાં એકપણ મોત નહીં
શહેર જિલ્લામાં કોરોનાનું જોર ઘટતા હવે મ્યુકોરમાઇકોસિસના કેસનો સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. સ્મીમેર હોસ્પિટલમાં એકપણ દર્દી દાખલ થયું ન હતું અને દાખલ દર્દીઓ પૈકી એકપણ દર્દીનું મોત નીપજ્યું ન હતું. હાલ સ્મીમેર હોસ્પિટલમાં 51 દર્દીઓ સારવાર હેઠળ છે. સ્મીમેર હોસ્પિટલમાં એકપણ સર્જરી કરવાની જરૂર પડી ન હતી. જ્યારે સિવિલ હોસ્પિટલમાં 2 નવા દર્દીઓ દાખલ થયા હતા.સોમવારે સિવિલ હોસ્પિટલમાં 8 સર્જરી કરવામાં આવી હતી.હાલ સિવિલ હોસ્પિટલમાં 129 દર્દીઓ સારવાર હેઠળ છે. સિવિલ હોસ્પિટલમાં પણ એકપણ દર્દીની મોત નીપજ્યું ન હતું.