તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સુરત LIVE:રેકોર્ડ બ્રેક 960 કેસ સાથે 14ના મોત,પોઝિટિવનો આંકડો 71 હજારને વટાવી 71,243 થયો

સુરત5 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરત કોવિડ હોસ્પિટલની ફાઈલ તસવીર. - Divya Bhaskar
સુરત કોવિડ હોસ્પિટલની ફાઈલ તસવીર.
  • શહેરમાં રોજે રોજ મૃત્યુ વધતા મૃત્યુઆંક 1234
  • એક્ટિવ કેસની સંખ્યા વધીને 4325 થઈ ગઈ

શહેરમાં કોરોના સંક્રમણ સુપર સોનિક ગતિએ આગળ વધી રહ્યું છે. સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે રેકોર્ડ બ્રેક પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. એક જ દિવસમાં 960 કેસ સાથે પોઝિટિવનો આંકડો વધીને 71,243 થયો છે. આજે સૌથી વધુ 14 મોત નોંધાયા છે. જેથી અત્યાર સુધીમાં કોરોનાના કારણે મૃત્યુ થયેલા દર્દીઓની સંખ્યા સરકારી ચોપડે વધીને 1234 થઈ છે. શહેરમાંથી આજે 598 અને જિલ્લામાંથી 79 દર્દીઓને કોરોના મુક્ત જાહેર કરવામાં આવ્યાં છે. જેથી અત્યાર સુધીમાં ડિસ્ચાર્જ થયેલા લોકોની સંખ્યાની સંખ્યા વધીને 65,684 થઈ છે. હાલ શહેર અને જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 4325 થઈ છે.

સરકારી હોસ્પિટલમાં 970 દર્દી ગંભીર હાલતમાં સારવાર હેઠળ
સિવિલ અને સ્મીમેરમાં કોરોનાના કુલ 1108 દર્દી દાખલ છે. જે પૈકી 970 દર્દી ગંભીર અવસ્થામાં સારવાર લઈ રહ્યા છે. નવી સિવિલમાં કોરોના પોઝિટિવ 810 દર્દી દાખલ છે. કોરોના શંકાસ્પદ તરીકે 119 દર્દી સારવાર લઈ રહ્યા છે. 12 દર્દી વેન્ટિલેટર પર, 139 દર્દી બાયપેપ પર 537 દર્દીઓ ઓક્સિજન હેઠળ સારવાર લઈ રહ્યા છે. સ્મીમેરમાં કોરોના પોઝિટિવ 298 દર્દી દાખલ છે. કોરોના શંકાસ્પદ તરીકે 49 દર્દી સારવાર લઈ રહ્યા છે. 20 દર્દી વેન્ટિલેટર પર, 52 દર્દી બાયોપેપ પર અને 210 દર્દીઓ ઓક્સિજન હેઠળ સારવાર લઈ રહ્યા છે.

તંત્ર મોતના આંકડા છુપાવે છે
શહેર જિલ્લામાં કુલ 10 મોત થયા હોવાનું સરકારી ચોપડા બોલી રહ્યાં છે. જોકે, શહેરની બંને સરકારી હોસ્પિટલ એટલે કે સિવિલ અને સ્મીમેર હોસ્પિટલ મળી 73 લોકોના અંતિમ સંસ્કાર કોવિડની ગાઈડલાઈન મુજબ કરવામાં આવ્યા હોવાનું આધારભૂત સૂત્રો જણાવી રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં બુધવારે 49 અને સ્મીમેર હોસ્પિટલમાં 14 મૃતદેહની કોરોના ગાઇડ લાઇન મુજબ અંતિમવિધિ કરવામાં આવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો