તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના સુરત LIVE:વધુ 11 કેસ સાથે પોઝિટિવનો આંકડો વધીને 1,43,326 થયો, મૃત્યુઆંક 2112 પર સ્થિર, રિક્વરની સંખ્યા 1,41,104 થઈ

સુરત24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 110 થઈ

કોરોના સંક્રમણમાં ઘટાડો યથાવત રહ્યો છે. સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસને જાહેર કરેલા આંકડા પ્રમાણે, વધુ 11 કેસ સાથે પોઝિટિવ કેસનો આંક 143326 પર પહોચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક સરકારી ચોપડે 2112 પર સ્થિર રહ્યો છે. આજ રોજ શહેરમાંથી 8 અને જિલ્લામાંથી 05 દર્દીઓ મળી 13 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 141104 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચૂક્યા છે.હાલ એક્ટિવ કેસની સંખ્યા 110 છે.

એક્ટિવ કેસમાં સતત ઘટાડો
સુરત શહેર જિલ્લામાં કોરોના સંક્રમણ કાબૂમાં આવી રહ્યું છે. ગત રોજ શહેરમાં 09 અને જિલ્લામાં 00 કેસ સાથે શહેર જિલ્લામાં કોરોનાના વધુ 09 કેસ પોઝિટિવ નોંધાયા હતા. શહેર જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસમાં સતત ઘટાડો અને સાજા થનારા દર્દીઓની સંખ્યા વધુ રહેતા એક્ટિવ કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. હાલ શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 110થઈ ગઈ છે.

44 કોરોના દર્દીઓ સારવાર હેઠળ
કોરોના સંક્રમણ અને સિવિલમાં દર્દીઓની સંખ્યામાં ઘટાડો થતા તંત્રને મોટી રાહત થઈ છે. હાલમાં સિવિલ હોસ્પિટલમાં કોરોનાના 18 દર્દીઓ પૈકી 4 પોઝિટિવ દર્દીઓ, 1 શંકાસ્પદ અને 13 નેગેટિવ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. વિગતે જોઈએ તો એક બાયપેપ પર, ત્રણ ઓકિસજન પર સારવાર મેળવી રહ્યા છે. સ્મિમેર હોસ્પિટલમાં 26 દર્દીઓ પૈકી 6 પોઝિટિવ, ૩ શંકાસ્પદ દર્દીઓ, 17 નેગેટિવ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જેમાં 6 પોઝિટિવ દર્દીઓ પૈકી 1 વેન્ટીલેટર, 4 ઓક્સિજન પર અને અન્ય 1 દર્દી નોર્મલ એર રૂમ પર સારવાર લઈ રહ્યા છે.