તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 69464 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક વધીને 1210 થયો છે. ગતરોજ શહેરમાં 582 અને જિલ્લામાં 162 લોકો મળી કુલ 744 લોકોએ કોરોનાને માત આપી હતી. અત્યાર સુધીમાં કુલ 64355 લોકો કોરોનાને માત આપી ચુક્યા છે. હાલ શહેર જિલ્લામાં 3899 એક્ટિવ કેસ છે.
ડોક્ટર,પોલીસ અને વિદ્યાર્થી સહીત અનેક પોઝિટિવ
નવા નોંધાયેલા કેસમાં શહેરના ખાનગી અને સરકારી ડોકટરો, યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, રિલાયન્સમાં જોબ કરનાર, ટેક્સટાઇલ વર્કર, નવીન ફ્લોરિન કંપનીના કર્મચારી, ન્યુ ઇન્ડિયા કો.ઓપ.બેન્કના કર્મચારી, લુથરાના મેનેજર, ડિઝાઈનર, ગુજરાત ગેસમાં નોકરી કરનાર, પોલીસ વિભાગના પીએસઆઇ, ઇન્સ્યોરન્સ એજન્ટ, એલ એન્ડ ટીના કર્મચારી, અંકલેશ્વરમાં આઈસસ્ક્રીમ શોપ ધરાવનાર, ટેક્સટાઇલ સાથે સંકળાયેલા, હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા અને સિટીલાઇટ પર કેક શોપ ચલાવનાર સહીત અનેકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
શહેરમાં કોરોનાના 883 દર્દીઓની હાલત ગંભીર
શહેરમાં હાલ 883 દર્દીઓની હાલત ગંભીર છે. સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પર 486 દર્દીઓ છે.જયારે બાયપેપ પર 110 અને વેન્ટિલેટર પર 13 દર્દી છે. આવી જ રીતે સ્મીમેર હોસ્પિટલમાં ઓક્સિજન પર 207 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. 50 દર્દીઓ બાયપેપ પર અને 17 દર્દીઓ વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યા છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.