તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના સુરત LIVE:પોઝિટિવ કેસનો આંક 141765 પર પહોંચ્યો, મૃત્યુઆંક 2085 અને કુલ 137045 દર્દી રિકવર થયા

સુરત19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 2635 થઈ

મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 141765 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 2085 થયો છે. ગત રોજ શહેરમાંથી 103 અને જિલ્લામાંથી 109 મળી 212 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. આ સાથે અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 137045 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે.

એક્ટિવ કેસમાં સતત ઘટોડા નોંધાયો
શહેર જિલ્લામાં કોરોના કેસનો આંકડો દિવસે ને દિવસે ઘટતો જઈ રહ્યો છે. ગત રોજ શહેરમાં 81 અને જિલ્લામાં 46 કેસ સાથે શહેર જિલ્લામાં કોરોનાના વધુ 127 કેસ પોઝિટિવ નોંધાયા હતા.પોઝિટિવ કેસની સામે સાજા થનારા દર્દીઓની સંખ્યા વધુ રહેતા એક્ટિવ કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 2635 થઈ ગઈ છે.

મ્યુકોરના વધુ 3 દર્દી સરકારી હોસ્પિટલમાં દાખલ
સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસિસના વધુ 3 દર્દીઓ દાખલ થયા હતાં જ્યારે સ્મીમેરમાં એકપણ કેસ આવ્યો ન હતો. બંને સરકારી હોસ્પિટલમાં મ્યુકોરની 11 સર્જરી કરાઈ હતી તેમજ સારવાર દરમિયાન બે દર્દીનાં મોત થયા હતાં. અત્યાર સુધીમાં 133 દર્દીઓ સારવાર હેઠળ છે તેમજ 5 દર્દીને રજા મળી હતી.

11 સર્જરી કરાઈ, એક દર્દીનું મોત
સિવિલ હોસ્પિટલમાં શનિવારે મ્યુકોરમાઇકોસિસના 10 દર્દીની સર્જરી કરાઈ હતી. જેમાં 7 જેટલી સર્જરી ગંભીર હતી. 10 સર્જરી પૈકી 4 સાયનસની સર્જરી, 1 સર્જરી આંખની અને 2 દાંતની સર્જરી કરવામાં આવી છે. સ્મીમેર હોસ્પિટલમાં શનિવારે માત્ર 1 સર્જરી કરાઈ હતી. સ્મીમેર હોસ્પિટલમાં મ્યુકરમાઇકોસિસના એક દર્દીનું સારવાર દરમિયાન મોત થયું હતું. બને હોસ્પિટલમાં મળીને અત્યાર સુધીમાં 185 દર્દી સારવાર લઈ ચુક્યા છે. 285 જેટલી સર્જરી કરવામાં આવી છે અને મ્યુકોરમાઇકોસિસમાં 34 દર્દીના મોત નિપજ્યા છે.