તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના સુરત LIVE:વધુ 9 કેસ સાથે પોઝિટિવનો આંકડો વધીને 1,43,315 થયો, મૃત્યુઆંક 2112 પર સ્થિર, રિક્વર 1,41,091

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરત કોવિડ હોસ્પિટલની ફાઈલ તસવીર. - Divya Bhaskar
સુરત કોવિડ હોસ્પિટલની ફાઈલ તસવીર.
  • શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 122 થઈ

કોરોના સંક્રમણના આંકડો હવે એક અંકમાં આવી ગયો છે. મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસમાં વધુ 9 કેસ નોંધાતા આંક 143315 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 2112 પર સ્થિર રહ્યો છે. આજ રોજ શહેરમાંથી 12 અને જિલ્લામાંથી 07 દર્દીઓને કોરોનામુક્ત જાહેર કરવામાં આવ્યાં છે. જેથી અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 141091 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે.હાલ એક્ટિવ કેસ 112 છે.

રિક્વરી રેટ વધ્યો
સુરત શહેરમાં આજે 24 કલાક દરમિયાન માત્ર 9 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા.તેની સામે 12 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. શહેરમાં કોરોના પોઝિટિવ રિકવરી રેટ 98.46% નોંધાયો છે. શહેરમાં કોરોના સંક્રમણ નો બીજો પૂર્ણ થતો દેખાઈ રહ્યો છે. જે દર્દીઓ કોરોના પોઝિટિવ આવી રહ્યા છે તેમની તબિયત પણ લગભગ સ્થિર જોવા મળી રહી છે. જેને કારણે ડોક્ટરો પણ રાહતનો શ્વાસ લઇ રહ્યા છે. જે સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓનો સતત ધસારો જોવા મળી રહ્યો હતો ત્યાં હાલ ખૂબ સન્નાટો જોવા મળી રહ્યો છે. જેને જોઈને વહીવટી તંત્રને પણ હાશકારો થયો છે.

કોરોના નિયંત્રણમાં-કમિશનર
સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું કે, હાલ કોરોના સંક્રમણ નિયંત્રણમાં છે. શહેરમાં ખૂબ જ ઓછા કોરોના પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. છતાં પણ અમારા તરફથી તમામ તકેદારી લેવામાં આવી રહી છે. તમામ લોકો વેક્સિનેશન લે તેના માટેની તૈયારી કરવામાં આવી રહી છે. બીજી તરફ કોરોના સંક્રમણ માટે ટેસ્ટિંગની પ્રક્રિયામાં સતત ધ્યાન આપવામાં આવી રહ્યું છે. અમારી ટીમ ઘરે ઘરે જઈને સતત સર્વેની કામગીરી પણ ખૂબ મોટા પ્રમાણમાં કરી રહી છે. કોરોના સંક્રમણ ઔદ્યોગિક વિસ્તારોમાં પણ ન ફેલાય તેના માટે હજી પણ અમે ખૂબ જ કટિબદ્ધ રીતે કામ કરી રહ્યા છે.

કયા ઝોનમાં કેટલા પોઝિટિવ કેસ નોંધાયા
ઝોન કેસ
સેન્ટ્રલ ઝોન - 00
વરાછા એ - 01
વરાછા બી -01
રાંદેર ઝોન -03
કતારગામ -01
લિંબાયત -01
ઉધના -01
અઠવા -01