તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Corona Surat Live, 6 April 2021, Corona's Uncontrollable Health Secretary Jayanti Ravi Rushed To Surat, Meeting With Officials

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સુરત LIVE:સ્મીમેર હોસ્પિટલ હાઉસફૂલ થઈ જતા કોરોના પોઝિટિવ દર્દીઓને સિવિલ હોસ્પિટલ રિફર કરાયા

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરત કોવિડ હોસ્પિટલની ફાઈલ તસવીર. - Divya Bhaskar
સુરત કોવિડ હોસ્પિટલની ફાઈલ તસવીર.
  • પોઝિટિવ કેસનો આંક 68653 પર પહોંચ્યો
  • મૃત્યુઆંક 1203 અને કુલ 63597 દર્દી રિકવર થયા
  • શહેર જિલ્લામાં 3853 એક્ટિવ કેસ

મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 68653 પર પહોંચી ગયો છે. આ સાથે કોરોનાથી મૃત્યુઆંક વધીને 1203 થયો છે. ગત રોજ 678 લોકો સાજા થઇ જતા રજા આપી દેવામાં આવી હતી.જેને પગલે સાજા થનારાઓની કુલ સંખ્યા 63597 પર પહોંચી ગઈ છે. હાલ શહેર જિલ્લામાં 3853 એક્ટિવ કેસ છે. દરમિયાન આજે સ્મીમેર હોસ્પિટલ હાઉસફૂલ થઈ જતા કોરોના પોઝિટિવ દર્દીઓને સિવિલ હોસ્પિટલ રિફર કરવામાં આવી રહ્યા છે.

જયંતિ રવિ સુરત સિવિલ હોસ્પિટલ પહોંચ્યા
સુરત શહેર જિલ્લાના કોરોનાનો વિસ્ફોટ થયો છે. અત્યાર સુધીમાં 68653 કેસ અને 1203 દર્દીઓના મોત થઈ ચૂક્યા છે. ત્યારે આજે અચાનક આરોગ્ય સચિવ જયંતિ રવિ સુરત દોડી આવ્યા છે. હાલ મેડિકલ કોલેજ ડિન અને સિવિલ સુપ્રિટેન્ડન્ટ, કલેક્ટર, ખાસ ફરજ પરના અધિકારી, પાલિકા કમિશનર સાથે બેઠક શરૂ કરી છે. જેમાં કોરોના સંક્રમણને કાબૂમાં લેવા અંગે ચર્ચા ચાલી રહી છે.

ડાયમંડ સાથે સંકળાયેલા 10 અને કાપડ સાથે સંકળાયેલા 9 લોકો પોઝિટિવ
નવા નોંધાયેલા કેસમાં શહેરમાં ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા 10 અને કાપડ માર્કેટ સાથે સંકળાયેલા 9 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ ઉપરાંત જીઆઇડીસી સચીનમાં જોબ કરનાર, એલ એન્ડ ટીમાં જોબ કરનાર, સેલ્સમેન, વિદ્યાર્થીઓ, દુકાનદાર, બ્રોકર, બિઝનેસમેન, યસ બેન્કનો કર્મચારી, વકીલ, એનઆરઆઈ, ખેડૂત, આઈડીબીઆઈ બેન્ક મેનેજર અને ભગવાન મહાવીર કોલેજના વિદ્યાર્થી સહીત અનેકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

સરકારી હોસ્પિટલોમાં 585 દર્દીઓ ઓક્સિજન પર સારવાર હેઠળ
સુરતની સરકારી હોસ્પિટલ સિવિલ અને સ્મીમેરમાં કુલ 585 દર્દીઓ ઓક્સિજન પર સારવાર લઈ રહ્યા છે.સિવિલ હોસ્પિટલમાં 387 દર્દીઓ ઓક્સિજન પર અને 198 દર્દીઓ સ્મીમેરમાં ઓક્સિજન પર સારવાર હેઠળ છે.જ્યારે સિવિલમાં 17 દર્દીઓ વેન્ટિલેટર પર અને સ્મીમેરમાં પણ 17 દર્દીઓ વેન્ટિલેટર પર સારવાર હેઠળ છે. સ્મીમેર હોસ્પિટલમાં 46 લોકો બાયપેપ પર સારવાર લઈ રહ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો