કોરોના સુરત LIVE:સિટીમાં 5 અને જિલ્લામાં વધુ 3 કેસ, પોઝિટિવ કેસનો આંક 143784 થયો, વધુ 6 દર્દી ડિસ્ચાર્જ

સુરત20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 85 થઈ

મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, શહેરમાં 5 અને જિલ્લામાં 3 કેસ સાથે કોરોનાના વધુ 8 કેસ પોઝિટિવ નોંધાયા છે. જેથી કુલ સંખ્યા 143784 થઈ છે. 6 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા રજા અપાઈ હતી. કુલ 141584 દર્દીઓ સાજા થયા છે. એક્ટિવ કેસની સંખ્યા વધીને 85 થઈ ગઈ છે.

ગત રોજ સ્કૂલના 3 વિદ્યાર્થી પોઝિટિવ આવ્યા હતા
અડાજણની એલ.પી.સવાણી સ્કૂલના 3 વિદ્યાર્થી પોઝિટિવ આવતાં પાલિકાએ નિયમ પ્રમાણે સ્કૂલને 14 દિવસ બંધ કરાવી છે. 15 વર્ષીય ત્રણેય વિદ્યાર્થી ધો. 11 સાયન્સમાં ભણે છે. અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માં પહેલાં એક વિદ્યાર્થીનિ પોઝિટિવ આવ્યા બાદ બીજી એક વિદ્યાર્થિની અને ત્રીજો એક વિદ્યાર્થી પોઝિટિવ નોંધાયાં છે.

સ્કૂલોમાં ટેસ્ટિંગની કામગીરી હાથ ધરાઈ
રાંદેર ઝોને ધનવંતરી રથ દ્વારા સ્કૂલના 96 વિદ્યાર્થીઓના રેપિડ-આરટીપીસીઆર ટેસ્ટ કર્યા હતાં પણ કોઈ પોઝિટિવ આવ્યું ન હતું. પરંતુ કેસ જે રીતે બાળકોમાં જ વધી રહ્યાં હોય પાલિકાની ચિંતામાં વધારો થયો છે અને આ પરિસ્થિતિ ત્રીજી લહેરમાં ન પરિણમે તે માટે મીટિંગના દૌર શરૂ થયાં છે. સર્વેલન્સ વધારાયું છે અન્ય ઝોનમાં પણ સર્વેલન્સ વધારવા કોવિડ નિયંત્રણ માટે પગલાંઓ લેવા સૂચના આપવામાં આવી છે.

વેક્સિનેશનમાં સુરત અવ્વલ
સુરત મહાનગરપાલિકા દ્વારા વેક્સિનેશન મહા અભિયાનને લઈને પહેલાથી જ ખૂબ જ સક્રિય રીતે આયોજન કરવાનું શરૂ રાખ્યું હતું. જેને પરિણામે આજે સુરત મહાનગરપાલિકા રાજ્યની અન્ય મોટા મહાનગરપાલિકાની સરખામણીએ સૌથી પહેલા 100% વેક્સિનેશન કરાવવામાં સફળ રહી છે. કોરોના રસીના બે ડોઝ લેવા ફરજિયાત છે. જેમાં સુરત શહેરના તમામ લોકોને ફર્સ્ટ ડોઝ આપવામાં સુરત મહાનગરપાલિકા સફળ રહી છે.