તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • Corona Surat Live, 5 May 2021, The Number Of Positive Cases More Than 122300 And Total Of 102207 Patients Were Recovered

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સુરત LIVE:વધુ 1466 કેસ સાથે પોઝિટિવનો આંકડો વધીને 1,23,860 પર પહોંચ્યો, વધુ 12 મોત સાથે મૃત્યુઆંક 1833 પર પહોંચ્યો

સુરત9 દિવસ પહેલા
 • કૉપી લિંક
સુરત કોવિડ હોસ્પિટલની ફાઈલ તસવીર. - Divya Bhaskar
સુરત કોવિડ હોસ્પિટલની ફાઈલ તસવીર.
 • શહેર અને જિલ્લામાં એક્ટિવ કેસ 17,435 થયો
 • શહેરમાં 1168 નવા કેસમાંથી 583 કેસ માત્ર અઠવા અને રાંદેર ઝોનમાં નોંધાયા

કોરોના સંક્રમણમાં ધીમી ગતિએ ઘટાડો નોંધાઈ રહ્યો છે. સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે વધુ 1466 કેસ સાથે પોઝિટિવનો આંકડો વધીને 1,23,860 પર પહોંચી ગયો છે. સરકારી ચોપડે વધુ 12 મોત નોંધાતા કોરોનાથી મૃત્યુઆંક વધીને 1833 પર પહોંચી ગયો છે. આજે શહેરમાંથી 2019 અને જિલ્લામાંથી 366 લોકોને કોરોનામુક્ત જાહેર કરવામાં આવ્યાં છે. જેથી ડિસ્ચાર્જની કુલ સંખ્યા વધીને 1,04,592 પર પહોંચી ગઈ છે. હાલ શહેરમાં અને જિલ્લામાં મળીને કુલ એક્ટિવ કેસની સંખ્યા 17,435 પર પહોંચી ગઈ છે.

કોરોનાના કેસમાં ઘટાડો
શહેરમાં જિલ્લામાં ધીમે ધીમે કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સાથે મૃત્યુમાં પણ ઘટાડો થઈ રહ્યો છે. કોરોના પોઝિટિવ કેસની સામે સાજા થનારા દર્દીઓની સંખ્યામાં સતત વધારો થતા એક્ટિવ કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. રિકવર દર્દીઓની સંખ્યા 1 લાખને પાર થઈ ગઈ છે. ત્યારે શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 18366 થઈ ગઈ છે.

સિવિલ હોસ્પિટલમાં કોવિડ-19ની હાલની સ્થિતિ

 • હોસ્પિટલમાં કુલ 653 દર્દીઓ સારવાર હેઠળ જે પૈકી 484 પોઝિટિવ દર્દીઓ, 74 શંકાસ્પદ દર્દીઓ, તથા 95 નેગેટીવ દર્દીઓ છે.
 • 484 પોઝિટિવ દર્દીઓ પૈકી 223 બાયપેપ, 17 ઇન્વેઝીવ વેરીયન્ટ, 209 ઓકિસજન પર અને અન્ય 35 દર્દીઓ નોર્મલ એર રૂમ પર સારવાર લઈ રહ્યા છે.
 • 74 શંકાસ્પદ દર્દીઓ પૈકી 44 દર્દીઓ વેન્ટિલેટર/બાયપેપ પર 30 ઓકિસજન પર તથા 95 નેગેટિવ દર્દીઓ પૈકી 45 વેન્ટિલેટર/બાયપેપ તથા 50 દર્દીઓ ઓકિસજન પર છે.
 • 1 દર્દીને સમરસ કોવિડ કેર સેન્ટરમાં શીફટીંગ, 8 દર્દીઓને કોમ્યુનિટી આઈસોલેશન સેન્ટરોમાં અને 7 દર્દીઓને ખાનગી હોસ્પિટલોમાં રીફર કરવામાં આવ્યા છે.
 • હેલ્પ ડેસ્ક: 132 ઓડિયો કોલ, 85 આઉટ સાઈટ કોલ કરવામાં આવ્યા. 165 સ્વજનોને રૂબરૂમાં સ્થળ પર સમજણ અને માર્ગદર્શન આપવામાં આવ્યું.

સ્મીમેર હોસ્પિટલમાં કોવિડ-19ની હાલની સ્થિતિ

 • હોસ્પિટલમાં કુલ 379 દર્દીઓ સારવાર હેઠળ જે પૈકી 287 પોઝિટિવ દર્દીઓ, 15 શંકાસ્પદ દર્દીઓ, તથા 77 નેગેટીવ દર્દીઓ છે.
 • 287 પોઝિટિવ દર્દીઓ પૈકી 31 વેન્ટીલેટર, 86 બાયપેપ , 160 ઓકિસજન પર અને અન્ય 10 દર્દીઓ નોર્મલ એર રૂમ પર સારવાર લઈ રહ્યા છે.
 • 12 દર્દીઓને ખાનગી હોસ્પિટલોમાં રીફર કરવામાં આવ્યા.
 • હેલ્પ ડેસ્કઃ 342 ઓડિયો કોલ, 379 વિડીયો કોલકરવામાં આવ્યા. 396 સ્વજનોને રૂબરૂમાં સ્થળ પર સમજણ અને માર્ગદર્શન આપવામાં આવ્યું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

વધુ વાંચો