તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના સુરત LIVE:વધુ 11 કેસ સાથે પોઝિટિવનો આંકડો વધીને 1,43,306 થયો, નવા 1 મોત સાથે મૃત્યુઆંક 2112 પર પહોંચ્યો

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 122

કોરોના સંક્રમણમાં સતત ઘટાડો યથાવત રહ્યો છે. સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે વધુ 11 કેસ સાથે પોઝિટિવનો આંકડો વધીને 1,43,306 પર પહોંચી ગયો છે. સરકારી ચોપડે વધુ એક મોત નીપજતાં મૃત્યુઆંક વધીને 2112 પર પહોંચી ગયો છે. શહેરમાંથી આજે 23 અને જિલ્લામાંથી 11 લોકોને કોરોનામુક્ત જાહેર કરવામાં આવ્યાં છે. જેથી ડિસ્ચાર્જની સંખ્યા વધીને 1,41,072 થઈ છે. હાલ શહેર અને જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 122 થઈ

એક્ટિવ કેસમાં સતત ઘટાડો
સુરત શહેર જિલ્લામાં કોરોના સંક્રમણ કાબૂમાં આવી રહ્યું છે. ગત રોજ શહેરમાં કોરોનાના 10 કેસ પોઝિટિવ નોંધાયા હતા. જ્યારે જિલ્લામાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયો ન હતો. શહેર જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસમાં સતત ઘટાડો અને સાજા થનારા દર્દીઓની સંખ્યા વધુ રહેતા એક્ટિવ કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. હાલ શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 122નોંધાઈ છે.