• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Corona Surat Live, 5 August 2021, In The Last Two Days, 3 Students Of The School Tested Positive, Vaccination At 139 Centers

કોરોના સુરત LIVE:છેલ્લા બે દિવસમાં સ્કૂલના 3 વિદ્યાર્થી કોરોના પોઝિટિવ, 139 સેન્ટર પર રસીકરણ

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવતા સ્કૂલ સેનિટાઈઝ કરાઈ. - Divya Bhaskar
વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવતા સ્કૂલ સેનિટાઈઝ કરાઈ.
  • શહેર અને જિલ્લામાં હાલ એક્ટિવ કેસ ઘટીને 50 થયા
  • વેક્સિનેશન સેન્ટરનું સંપૂર્ણ લિસ્ટ જોવા સ્ક્રોલ કરો

સુરતમાં સ્કૂલો શરૂ થયાને માંડ પંદર દિવસ થયા છે ત્યાં જ વિદ્યાર્થીઓને કોરોના થયાના કિસ્સા સામે આવ્યા છે. છેલ્લા બે દિવસમાં લિંબાયતની સુમન સ્કૂલમાં ધો.10ના વિદ્યાર્થીને જયારે સિંગણપોરમાં આવેલી શારદા વિદ્યામંદિરમાં બે વિદ્યાર્થીનીઓનો રિપોર્ટ પોઝેટિવ આવ્યો હતો. બંન્ને સ્કૂલોને સાત દિવસ માટે બંધ કરાવી દેવામાં આવી છે. મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, પોઝિટિવનો આંકડો વધીને 1,43,500 પર પહોંચ્યો છે. સરકારી ચોપડે કોરોનાના કારણે નવું મોત ન નીપજતાં મૃત્યુઆંક 2114 પર સ્થિર રહ્યો છે. શહેરમાંથી આજે 4 અને જિલ્લામાંથી 2 લોકોને કોરોનામુક્ત જાહેર કરવામાં આવતાં ડિસ્ચાર્જનો આંકડો વધીને 1,41,336 પર પર પહોંચ્યો છે.

વાલીઓને અનુરોધ
પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા તમામ વાલીઓને અનુરોધ કરાયો છે કે, બાળકમાં બીમારીના કોઈ પણ લક્ષણ જણાય તો બાળકને શાળાએ ન મોકલવા તથા તાકીદે તબીબી પરીક્ષણ કરી સારવાર શરૂ કરવી. શાળા સંચાલકોએ સોશિયલ ડિસ્ટન્સીંગ તથા માસ્ક પહેરવા સંદર્ભે પુરતી વ્યવસ્થા ગોઠવવાની રહેશે. સદર બાબતે કોઇપણ ક્ષતિ જણાયેથી શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

મ્યુકોરના 3 દર્દીઓની સર્જરી કરવામાં આવી
મ્યુકોરમાઇકોસિસમાં નવી સિવિલમાં એક દર્દીનું સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે સિવિલમાં ઇ.અને.ટી વિભાગના ડોકટરે બે સર્જરી કરી છે.સ્મીમેરમાં વધુ 3 દર્દી મળી 8 દર્દી સારવાર હેઠળ છે. ત્યાં એક સર્જરી કરવામાં આવી છે. અત્યાર સુધીમાં સિવિલમાં 43 અને સ્મીમેરમાં 25 મળી કુલ 68 દર્દીઓ મોતને ભેટ્યા છે.

139 રસીકરણ કેન્દ્રો પર રસીકરણની વ્યવસ્થા
સુરત મહાનગર પાલિકા દ્વારા શહેરના 139 રસીકરણ કેન્દ્રો પર રસીકરણની વ્યવસ્થા કરવામાં આવી છે. અંદાજે 20 હજારથી વધુ લોકોને રસી મળે તેવી સંભાવના છે. રસીકરણ કેન્દ્રદીઠ 150 રસીના ડોઝ ફાળવામાં આવશે. બીજા ડોઝ માટે કોવિન પોર્ટલ પરથી મેસેજ આવનારને જ અગ્રીમતા આપવામાં આવશે. 139 રસીકરણ કેન્દ્ર પૈકી 15 સેન્ટર કોવેક્સિન રસીના છે. હાલમાં શહેરમાં 22 હજાર લોકોને કોવેક્સિનનો બીજા ડોઝ બાકી છે. જેથી સેન્ટર 9થી વધારીને 15 કરવામાં આવ્યા છે. જ્યારે 68 સેન્ટર પર કોવિશિલ્ડનો પ્રથમ અને 46 સેન્ટર પર બીજો ડોઝ મળશે. 8 કેન્દ્રો સગર્ભા બહેનો માટે કાર્યરત કરાયા છે. જ્યારે બે સેન્ટર વિદેશી જનારા નાગરિકો માટે છે. અત્યાર સુધીમાં શહેરમાં 19 લાખથી વધુ લોકોને પ્રથમ ડોઝ મળી ગયો છે. જ્યારે મર્યાદિત કોવિશીલ્ડના ડોઝ હોવના કારણે બીજા ડોઝ મેળવવા માટે હજારો લોકો રાહ જોઇ રહ્યા છે.

રસીકરણ સેન્ટરનું લિસ્ટ