તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સુરત LIVE:વધુ 1574 કેસ સાથે પોઝિટિવનો આંકડો વધઈને 1,22,394 થયો, 10 મોત સાથે મૃત્યુઆંક 1821 પર પહોંચ્યો

સુરત4 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • શહેર અને જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 18,366 થઈ

કોરોના સંક્રમણમાં ધીમી ગતિએ ઘટાડો નોંધાઈ રહ્યો છે. સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે વધુ 1574 કેસ સાથે પોઝિટિવનો આંકડો વધીને 1,22,394 કેસ નોંધાયા છે. સરકારી ચોપડે આજે વધુ 10 મોત નોંધાતા મૃત્યુઆંક વધીને 1821 પર પહોંચ્યો છે. આજે શહેરમાંથી 2165 અને જિલ્લામાંથી 418 લોકોને કોરોનામુક્ત જાહેર કરવામાં આવતાં ડિસ્ચાર્જનો આંકડો પણ એક લાખને પાર કરીને 1,02,207 પર પહોંચ્યો છે. હાલ શહેર અને જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 18,366 પર પહોંચી ગઈ છે.

મોતના આંકડા છુપાવવાની ગતિવિધિ
સુરત શહેરમાં ચાલતી કોરોના દર્દીઓના મોતના આંકડા છુપાવવાની ગતિવિધિ જિલ્લામાં પણ લાંબા સમયથી ચાલતી હોવાની વિગતો સામે આવી રહી છે. જિલ્લામાં કોરોનાના વધી રહેલા કેસો વચ્ચે છેલ્લા 9 દિવસમાં 806 વ્યક્તિના કોરોના પ્રોટોકોલ પ્રમાણે અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા.બીજી બાજુ આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા નવ દિવસમાં 33 જ મોત બતાવતા જિલ્લામાં ચાલી રહેલી આંકડાની રમતને લઈ લોકોમાં ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે. સરકારી આંકડા સામે અલગ અલગ ગામોના તલાટી, સરપંચ તેમજ ગામના અન્ય આગેવાનોએ શંકા વ્યક્ત કરી છે.

90 વર્ષીય દાદી સવિતાબેને કોરોનાને હરાવ્યો
સવિતાબેનની પૌત્રી સેજલબેન દેસાઇ જણાવે છે કે, 'દાદીને તા.8 એપ્રિલના રોજ અચાનક તબિયત બગડતાં પ્રાઇવેટ ક્લિનકમાં બતાવ્યું. બે દિવસની સારવાર બાદ કોવિડ લક્ષણો હોવાથી તા.10 એપ્રિલના રોજ કોરોના પોઝિટીવ આવતાં હોમઓઇસોલેટ થયાં હતા. તા.20 એપ્રિલના રોજ દાદીને અચાનક શ્વાસ લેવામાં તફલીફ પડવા લાગી, જેથી પરિવાર દ્વારા નવસારીની ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા, પરંતુ ત્યાં ઓક્સિજનની વ્યવસ્થા ન હોવાથી દેસાઈ પરિવાર દાદીને સુરતની સ્મીમેરમાં લાવ્યા હતાં. સમયસરની સારવાર મળતા દાદીને શ્વાસ લેવામાં ખૂબ રાહત થઈ.કોરોનામુક્ત થયેલા સવિતાબેન દેસાઇ જણાવે છે કે “મને ખબર જ હતી કે હું સારી થઇ જઇશ. હું અન્ય દર્દીઓને કહું છું કે, 'આપણે કોરોનાથી ડરીશું તો કોરોના આપણા પર ગંભીર બનશે. પણ આપણી હિંમત જ આપણી ઇમ્યુનિટી વધારી શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

વધુ વાંચો