તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના સુરત LIVE:વધુ 133 કેસ સાથે પોઝિટિવનો આંકડો વધીને 1,41,638 થયો, નવા 3 મોત સાથે મૃત્યુઆંક 2082 પર પહોંચ્યો

સુરત9 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 2723 થઈ

કોરોના સંક્રમણના વળતા પાણી ચાલી રહ્યાં છે. સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે વધુ 133 કેસ સાથે પોઝિટિવનો આંકડો વધીને 1,41,638 પર પહોંચી ગયો છે. આજે સરકારી ચોપડે વધુ 3 મોત નોંધાતા મૃત્યુઆંક વધઈને 2082 પર પહોંચી ગયો છે. આજે શહેરમાંથી 108 અને જિલ્લામાંથી 165 લોકોને કોરોનામુક્ત જાહેર કરવામાં આવ્યાં છે. જેથી ડિસ્ચાર્જનો આંકડો વધીને 1,36,833 પર પહોંચી ગયો છે. હાલ શહેર અને જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 2723 પર પહોંચી ગયો છે.

3 મહિના બાદ શહેરમાં પોઝિટિવ કેસ સંખ્યાની સંખ્યા 80
શહેરમાં ૩ મહિના બાદ પોઝિટિવ કેસની સંખ્યા ઘટીને 80 પર પહોંચી ગઈ છે. ગત 2 માર્ચના રોજ શહેરમાં 81 પોઝિટિવ કેસ નોંધાયા હતા. ગત રોજ શહેરમાં 80 અને જિલ્લામાં 57 કેસ સાથે શહેર જિલ્લામાં કોરોનાના વધુ 137 કેસ પોઝિટિવ નોંધાયા છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 141505 થઈ ગઈ છે.

એક્ટિવ કેસમાં સતત ઘટાડો
શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. કેસમાં સતત ઘટાડા સામે રિકવર થનાર દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. પોઝિટિવ કેસની સામે સાજા થનારા દર્દીઓની સંખ્યા વધુ રહેતા એક્ટિવ કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 2723 થઈ ગઈ છે.