તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના સુરત LIVE:225 દિવસ બાદ 6 મહિલા સહિત આઠનાં મોત, મંદિર, મસ્જિદ, ચર્ચમાં 12ને કોરોના

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • શહેર-જિલ્લામાં નવા 724 કેસ નોંધાયા, 687 દર્દી સાજા થયા, કુલ 3750 એક્ટિવ કેસ
  • વરાછાની 33 વર્ષીય મહિલાનું પણ મોત

રવિવારે સુરતમાં કોરોનાના નવા 724 કેસ સામે આવ્યા હતા. જે પૈકી 179 કેસ જિલ્લામાં સામે આવ્યા હતા. રવિવારે 8ના મોતથી કુલ મૃત્યુ આંક 1196 પર પહોંચી ગઈ છે. રવિવારે 687 લોકોને સાજા થઇ જતા રજા આપી દેવામાં આવી હતી. કુલ 62919 લોકો કોરોનામાંથી સાજા થઇ ચુક્યા છે. રવિવારે રુદરપુરાની 56 વર્ષીય મહિલા, ડિંડોલીની 50 વર્ષીય મહિલા ઉધનાના 76 વર્ષીય વૃધ્ધ, પુણાની 40 વર્ષીય મહિલા, પાલની 65 વર્ષીય મહિલા, વેડરોડની 60 વર્ષીય મહિલા, મોટા વરાછાના 65 વર્ષીય વૃદ્ધ અને વરાછાની 33 વર્ષીય મહિલાનું કોરોનામાં મોત નીપજ્યું હતું. હાલ કુલ 3750 એક્ટિવ કેસ છે. છેલ્લે 16 ઓગસ્ટે 9 મોત કોરોનાથી થયા છે.

કાપડ અને ડાયમંડના 13 વેપારી પોઝિટિવ
શહેરના તમામ ઝોન વિસ્તારમાં આવેલા મંદિર,મસ્જીદ અને ચર્ચમાં કાર્યરત જેતે ધર્મના ગુરૂઓ તથા ત્યાંના અન્ય વ્યકિતઓનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું. જેમાં, કુલ 639 વ્યકિતઓનું ટેસ્ટીંગ કરાયુ હતું. જેમાંથી કુલ 12 વ્યકિતઓ પોઝિટિવ મળ્યા છે. જેથી મંદિર,મસ્જદ અને ચર્ચમાં કોરોનાનું સંક્રમણ ન ઉદ્ભવે એ માટે તેઓએ કોરોનાની ગાઈડલાઈનનો ચૂસ્તપણે અમલ કરવા પાલિકા એ તાકિદ કરી છે. રવિવારે ડાયમંડ બજાર સાથે સંકળાયેલા 6 અને ટેકસટાઇલ માર્કેટ સાથે સંકળાયેલા 13 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેમાં વેપારીઓને પણ ચેપ લાગ્યો હતો.

શહેરમાં કોરોના પોઝિટિવ કેસની ઝોન પ્રમાણે વિગત

ઝોનનવા કેસકુલ કેસ
સેન્ટ્રલ605040
વરાછા-એ685367
વરાછા-બી594819
રાંદેર808386
કતારગામ607654
લીંબાયત695435
ઉધના534698
અથવા9610876
કુલ54552275

​​​​​​​

સરકારી હોસ્પિટલમાં 478 દર્દી ઓક્સિજન હેઠળ
રવિવાર રાત સુધીના આંકડા પર નજર કરીએ તો સિવિલ હોસ્પિટલમાં 318 દર્દીઓ ઓક્સિજન પર સારવાર લઈ રહ્યા છે.જયારે 99 લોકો બાયપેપ પર અને 18 લોકો વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યા છે.આવી જ રીતે સ્મીમેર હોસ્પિટલમાં 160 લોકો ઓક્સિજન પર, 41 લોકો બાયપેપ પર અને 14 લોકો વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યા છે.