તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સુરત LIVE:વધુ 644 કેસ સાથે પોઝિટિવની સંખ્યા વધીને 64,451 પર પહોંચી, 4 મોત સાથે મૃત્યુઆંક 1173 પર પહોંચ્યો

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • શહેર અને જિલ્લામાં એક્ટિવ કેસોની સંખ્યા વધીને 3788 પર પહોંચી

શહેરમાં કોરોના સંક્રમણ સુપર સોનિક ગતિએ આગળ વધી રહ્યું છે. સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે વધુ 644 કેસ સાથે પોઝિટિવનો આંકડો વધીને 64,451 પર પહોંચી ગયો છે. આજે વધુ 4 મોત સાથે મૃત્યુઆંક 1173 પર પહોંચ્યો છે. આજે શહેરામંથી 601 અને જિલ્લામાંથી 94 લોકોને કોરોનામુક્ત જાહેર કરવામાં આવ્યાં છે. જેથી ડિસ્ચાર્જનો આંકડો વધીને 59,490 પર પહોંચી ગયો છે. શહેરની હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. શહેર અને જિલ્લામાં હાલ 3788 એક્ટિવ કેસ નોંધાયા છે.

સિવિલ અને સ્મીમેરમાં 162 દર્દીઓ ગંભીર
સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ 174 દર્દીઓ પૈકી 88 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 7 વેન્ટીલેટર, 21 બાઈપેપ અને 60 દર્દીઓ ઓક્સિજન પર છે. જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં 102 દર્દીઓ પૈકી 74 દર્દીઓ ગંભીર છે. જેમાં 5 વેન્ટિલેટર, 19 બાઈપેપ અને 50 દર્દીઓ ઓક્સિજન પર છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો