કોરોના સુરત LIVE:કોરોના અને મ્યુકોરમાઇકોસિસ કાબૂમાં, રસીકરણમાં ફરી બ્રેક લાગી, આજે 27 સેન્ટર પર માત્ર કોવેક્સિન રસી જ મળશે

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • પાલિકાએ છેલ્લા 3 દિવસમાં 2.67 લાખ લોકોને રસી આપી

સુરત શહેર જિલ્લામાં કોરોના સંક્રમણ કાબૂમાં આવી રહ્યું છે. આ સાથે મ્યુકોરમાઇકોસિસના પણ કેસ સામે આવી રહ્યા નથી. ત્યારે પાલિકાએ રસીકરણમાં ઝડપ વધારવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જોકે, આજે કોરોના રસીકરણ પર બ્રેક લાગી ગઈ છે. આજે માત્ર 27 સેન્ટર જાહેર કરાયા છે તે પણ માત્ર કોવેક્સિન રસીના છે અને કોવિશીલ્ડ રસી આજે આપવામાં આવશે નહીં.

શહેર જિલ્લામાં 53 એક્ટિવ કેસ
ગત રોજ શહેરમાં કોરોનાના નવા 3 કેસ સામે આવ્યા હતા. જ્યારે જિલ્લામાં એક પણ નવો કેસ સામે આવ્યો ન હતો. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કુલ 143600 કેસ સામે આવી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 2115 લોકોના કોરોનાને લીધે મોત થઈ ચૂક્યા છે. ગત રોજ શહેરમાં 1 અને જિલ્લામાં 3 લોકો કોરોના મુક્ત બન્યા હતા. હાલ શહેર જિલ્લામાં 53 એક્ટિવ કેસ છે.

આજે માત્ર કોવેક્સિન રસી જ અપાશે
રસીકરણમાં પાલિકાએ ઝડપ વધારી છે રજાઓમાં પણ વધુ ને વધુ લોકોને રસી અપાઇ છે, પરંતુ આજે રસીકરણ પર બ્રેક લાગી છે. માત્ર કોવેક્સિન રસી જ આપવામાં આવનાર છે, આ માટે 27 સેન્ટરો જ ચાલું રહેશે. કોવિશિલ્ડ રસી આપવાનું બંધ રહેશે તેમ પાલિકાના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.

રસીની અછત થતાં સેન્ટર ઘટાડાયા
છેલ્લા 4 દિવસથી રસીકરણમાં વધારો નોંધાઈ રહ્યો છે. જે ગુરુવારે પણ જારી રહ્યો હતો. ગત રોજ 58458 લોકોએ રસીનો લાભ લીધો હતો. જેમાં ખાનગી હોસ્પિટલમાં કુલ 370 લોકોએ રસી લીધી હતી. પાલિકાએ છેલ્લા 3 દિવસમાં 2.67 લાખ લોકોને રસી આપી છે. જ્યારે રસીની અછત થતાં આજે કોવેક્સિન પર બ્રેક મારવાની નોબત આવી છે. આજે માત્ર કોવેક્સિન જ આપવામાં આવશે.

રસીકરણ સેન્ટરનું લિસ્ટ