કોરોના સુરત LIVE:એક્ટિવ કેસ વધીને 76, કોવિશીલ્ડ રસીનો સ્ટોક ખૂટ્યો, આજે માત્ર 31 સેન્ટર પર કોવેક્સિન અપાશે

સુરત24 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરતમાં કોરોના રસીકરણની ગતિ ધીમી પડી (ફાઈલ તસવીર). - Divya Bhaskar
સુરતમાં કોરોના રસીકરણની ગતિ ધીમી પડી (ફાઈલ તસવીર).
  • પોઝિટિવ કેસનો આંક 143760 પર પહોંચ્યો

શહેરમાં ફરી કોરોનાનો સળવળાટ વધી રહ્યો હોય પાલિકાનું આરોગ્ય વિભાગ વધુ સતર્ક બન્યું છે. જ્યાં કેસ આવે છે તે વિસ્તારને બંધ કરી દેવામાં આવે છે. શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 143760 થઈ ગઈ છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોના રસીકરણ પણ મંદ પડી ગયું છે. કોવિશીલ્ડ રસીનો જથ્થો ન હોવાથી માત્ર 31 સેન્ટર પર કોવેક્સિન રસી આપવામાં આવી રહી છે.

કુલ 141569 દર્દીઓ કોરોનાને માત આપી
ગત રોજ શહેરમાં 08 અને જિલ્લામાં 01 કેસ સાથે શહેર જિલ્લામાં કોરોનાના વધુ 09 કેસ પોઝિટિવ નોંધાયા હતા. આ સાથે શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 143760 થઈ ગઈ છે. શહેર અને જિલ્લામાં કોરોનાના એક પણ દર્દીનું મોત નિપજ્યું ન હતું. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃતાંક 2115 થયો છે. ગત રોજ શહેરમાંથી 04 કોરોના દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 141569 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. હાલ શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 76 થઈ ગઈ છે.

છેલ્લા એક મહિનામાં 18 વર્ષથી ઓછી ઉમરના 18 સંક્રમિત
છેલ્લા એક મહિનામાં 18 વર્ષથી ઓછી ઉંમરના હોય એવા બાળકો સહિતના 18 વ્યક્તિઓ સંક્રમિત થયા છે. સપ્ટેમ્બર મહિનામાં શહેરમાં કુલ 124 કેસ પોઝિટિવ નોંધાયા છે. જેમાંથી 18 વર્ષથી ઓછી ઉંમરના 18 વ્યક્તિઓ સંક્રમિત થયા છે.

31 સેન્ટર પર કોવેક્સિન રસી અપાશે
ગત રોજ શહેરમાં માત્ર કો-વેક્સિનના જ સેન્ટરો કાર્યરત હતા. કુલ 6830 લોકોને રસી મુકવામાં આવી હતી. આ સાથે શહેરમાં પ્રથમ ડોઝની રસીકરણની કામગીરી 98.42 ટકા અને બીજા ડોઝની 47.07 ટકા થઇ છે. 34,32,737ને રસી મુકવાના ટાર્ગેટ સામે 33,78,481 એ પ્રથમ ડોઝ અને 15,89,553 એ બીજા ડોઝ લઇ લીધો છે. પ્રથમ અને બીજો ડોઝ મળી કુલ 49,68,034ને રસી મુકવામાં આવી છે. કોવિશીલ્ડ રસીનો સ્ટોક નહીં હોવાથી આવતીકાલે રવિવારે પણ માત્ર કોવેક્સિન જ મળશે. 31 સેન્ટર પર કોવેક્સિન રસી માટે કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે.

રસીકરણ સેન્ટરનું લિસ્ટ