તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સુરત LIVE:વધુ 1656 કેસ સાથે પોઝિટિવનો આંકડો વધીને 1,20,820 થયો, નવા 13 મોત સાથે મૃત્યુઆંક 1811 પર પહોંચ્યો

સુરત10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 19385 થઈ

કોરોના સંક્રમણ ધીમી ગતિએ ઘટી રહ્યું છે. સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે વધુ 1556 કેસ સાથે પોઝિટિવનો આંકડો વધીને 1,20,820 થયો છે. સરકારી ચોપડે નવા 13 મોત નોંધાતા મત્યુઆંક વધીને 1811 થયો છે. આજે શહેરમાંથી 2290 અને જિલ્લામાંથી 337 લોકોને કોરોનામુક્ત જાહેર કરવામાં આવ્યાં છે. જેથી કુલડિસ્ચાર્જનો આંકડો વધીને 99,624 પર પહોંચ્યો છે. હાલ શહેર અને જિલ્લામાં કુલ 19,385 એક્ટિવ કેસ નોંધાયા છે.

નિવૃત અધ્યાપકે દાન કર્યું
ઓલપાડ કોલેજમાં અધ્યાપન સેવા આપીને નિવૃત્ત થયેલાં કોકિલાબેને તેમના પેન્શન અને નિવૃત્તિની મુડીમાંથી આ રકમ સેવાભાવનાથી પ્રેરાઈને અર્પણ કરી હતી. આજે તેમણે વિવિધ આઈસોલેશન સેન્ટરમાં આરોગ્ય સેવા આપતી બહેનોને સ્વહસ્તે પગારના ચેકો અર્પણ કર્યા હતા. જેમાં નાના વરાછા કોમ્યુનિટી હોલ ખાતે સંસ્કૃતિ યુવા ચેરીટેબલ ટ્રસ્ટ સંસ્થા સંચાલિત આઈસોલેશન સેન્ટરમાં સેવા આપતી દિપાલી રાજેશભાઈ કિકાણી તથા ભુમિકા દેવરાજભાઈ મિરોલીયાને પગારના ચેક અર્પણ કર્યા હતા. આ ઉપરાંત, ઉત્રાણ ગામ ખાતે કોમ્યુનિટી હોલમાં લાઈફલાઈન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત આઈસોલેશન સેન્ટરમાં કામ કરતા કલ્પાબેન પરમાર અને અરવિંદભાઈ એમ.ચાવડાને તેમના નિ:સ્વાર્થ સેવા મૂલ્ય પેટે કોકિલાબેને ચેક અર્પણ કર્યા હતા.

ડાયબીટીસથી પીડિત 62 વર્ષીય મહિલાએ કોરોનામુક્ત
સિવિલમાં કોરોનાની સારવાર મેળવી સ્વસ્થ થયેલા હંસાબેન જણાવે છે કે, ‘તા.17 એપ્રિલના રોજ તાવ અને શ્વાસ લેવામાં તકલીફ જણાતા RTPCR ટેસ્ટ કરાવ્યો. જે પોઝિટીવ આવ્યા બાદ તા.18 નાં રોજ પરિવારના સભ્યો દ્વારા નવસારીની એક હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. જ્યાં તબિયતમાં કોઇપણ સુધાર ન જણાયો હતો. ઓક્સિજન લેવલ પણ ઘટીને 85-89 થયું. ચિંતાતુર પરિવારે 21 એપ્રિલના રોજ નવી સિવિલમાં દાખલ કરી. જ્યાં મને તા.21 થી 25 એમ પાંચ દિવસ સુધી બાયપેપ પર રાખવામાં આવી હતી. શ્વાસ લેવામાં થોડી રાહત મળી હતી, અને ત્યારબાદની આપવામાં આવેલી સારવારથી તબિયતમાં ઘણો સુધાર થયો. તા.26 એપ્રિલથી નોર્મલ રૂમમાં રાખી. મારા વહેલા સ્વસ્થ થવા પાછળ નવી સિવિલના તબીબો અને અન્ય સ્ટાફની મહેનત છે. હું એમની આભારી અને કૃતજ્ઞ છું, કારણ કે તેમની સતત દેખરેખ, નિયમિત તપાસ અને સમયસરની સારવાર, યોગ્ય સંભાળથી હું કોરોના મહામારી સામેનું યુદ્ધ જીતી છું.’

સ્મીમેર હોસ્પિટલમાં કોવિડ-19ની હાલની સ્થિતિ

  • હોસ્પિટલમાં કુલ 374 દર્દીઓ સારવાર હેઠળ જે પૈકી 281 પોઝીટીવ દર્દીઓ, 16 શંકાસ્પદ દર્દીઓ, તથા 77 નેગેટીવ દર્દીઓ છે.
  • 281 પોઝિટિવ દર્દીઓ પૈકી 26 વેન્ટીલેટર, 96 બાયપેપ, 147 ઓકિસજન પર અને અન્ય 12 દર્દીઓ નોર્મલ એર રૂમ પર સારવાર લઈ રહ્યા છે.
  • 12 દર્દીઓને ખાનગી હોસ્પિટલોમાં રીફર કરવામાં આવ્યા.
  • હેલ્પ ડેસ્કઃ 354 ઓડિયો કોલ, 392 વિડીયો કોલ કરવામાં આવ્યા. 392 સ્વજનોને રૂબરૂમાં સ્થળ પર સમજણ અને માર્ગદર્શન આપવામાં આવ્યું.

નવી સિવિલ હોસ્પિટલમાં કોવિડ-19ની હાલની સ્થિતિ

  • હોસ્પિટલમાં કુલ 690 દર્દીઓ સારવાર હેઠળ જે પૈકી 514 પોઝિટિવ દર્દીઓ, 85 શંકાસ્પદ દર્દીઓ, તથા 91 નેગેટીવ દર્દીઓ છે.
  • આ 514 દર્દીઓ પૈકી 242 બાયપેપ, 26 ઈન્સીટીવ વેરીયન્ટ, 198 ઓકિસજન પર અને અન્ય 48 દર્દીઓ નોર્મલ એર રૂમ પર સારવાર લઈ રહ્યા છે.
  • 85 શંકાસ્પદ દર્દીઓ પૈકી 47 દર્દીઓ વેન્ટિલેટર/બાયપેપ પર 38 ઓકિસજન પર તથા 91 નેગેટિવ દર્દીઓ પૈકી 43 વેન્ટિલેટર/બાયપેપ તથા 45 દર્દીઓ ઓકિસજન પર છે.
  • 1 દર્દીને સમરસ કોવિડ કેર સેન્ટરમાં શીફટીંગ, 11 દર્દીઓને કોમ્યુનિટી આઈસોલેશન સેન્ટરોમાં અને 19 દર્દીઓને ખાનગી હોસ્પિટલોમાં રીફર કરવામાં આવ્યા છે.
  • હેલ્પ ડેસ્કઃ 257 ઓડિયો કોલ, 291 વિડીયો કોલ કરવામાં આવ્યા. 329 સ્વજનોને રૂબરૂમાં સ્થળ પર સમજણ અને માર્ગદર્શન આપવામાં આવ્યું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

વધુ વાંચો