તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના સુરત LIVE:વધુ 12 કેસ સાથે પોઝિટિવનો આંકડો વધીને 1,43,285 થયો, મૃત્યુઆંક 2111 પર સ્થિર, રિક્વર 1,40,999

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરત કોવિડ હોસ્પિટલની ફાઈલ તસવીર. - Divya Bhaskar
સુરત કોવિડ હોસ્પિટલની ફાઈલ તસવીર.
  • શહેર જિલ્લામાં કુલ 175 એક્ટિવ કેસ

કોરોના સંક્રમણમાં ઘટાડો યથાવત રહ્યો છે. સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે વધુ 12 કેસ સાથે પોઝિટિવનો આંકડો વધીને 1,43,285 થયો છે. સરકારી ચોપડે નવું મોત ન નીપજતાં મૃત્યુઆંક 2111 પર સ્થિર રહ્યો છે. શહેરમાંથી આજે 31 અને જિલ્લામાંથી 11 લોકોને કોરોનામુક્ત જાહેર કરવામાં આવ્યાં છે. જેથી રિક્વરની સંખ્યા વધીને 1,40,999 પર પહોંચી છે. હાલ શહેર અને જિલ્લામાં કુલ 175 એક્ટિવ કેસ છે.

એક્ટિવ કેસમાં સતત ઘટાડો
સુરત શહેર જિલ્લામાં કોરોના સંક્રમણ કાબૂમાં આવી રહ્યું છે. ગત રોજ શહેર જિલ્લામાં કોરોનાના નવા 21 કેસ સામે આવ્યા હતા.જે પૈકી શહેરમાં 18 અને જિલ્લામાં 3 કેસ સામે આવ્યા હતા. પોઝિટિવ કેસમાં ઘટાડાની સામે રિકવર થનાર દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જેથી એક્ટિવ કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. હાલ શહેર જિલ્લામાં કુલ 175 એક્ટિવ કેસ છે.

મ્યુકરના નવા 6 કેસ, 7ને રજા અપાઈ
મ્યુકોરમાઇકોસિસના કેસોમાં વધારો થવા લાગ્યો છે. નવી સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસિસના નવા 06 કેસ આવ્યા હતા. સ્મીમેર હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસિસના 07 દર્દીઓની તબિયતમાં સુધાર આવતા રજા આપવામાં આવી હતી. નવી સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસિસના નવા 02 દર્દીઓ દાખલ થતા તો સ્મીમેર હોસ્પિટલમાં 04 દર્દીને દાખલ કરાયા હતા. નવી સિવિલ હોસ્પિટલમાં 02 દર્દીઓને અને સ્મીમેર હોસ્પિટલમાંથી એક સાથે 05 દર્દીઓની તબિયતમાં સુધાર આવતા તેને રજા આપવામાં આવી હતી. નવી સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસિસના 02 દર્દીની સર્જરી કરાઈ હતી.