તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સુરત LIVE:વધુ 687 કેસ સાથે પોઝિટિવનો આંકડો વધીને 67,141 થયો, 5 મોત સાથે મૃત્યુઆંક 1188 પર પહોંચી ગયો

સુરત11 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરત કોવિડ હોસ્પિટલની ફાઈલ તસવીર. - Divya Bhaskar
સુરત કોવિડ હોસ્પિટલની ફાઈલ તસવીર.
  • શહેર અને જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 3721 થઈ

કોરોના સંક્રમણ સતત આગળ વધી રહ્યું છે. સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે વધુ 687 કેસ સાથે પોઝિટિવની સંખ્યા વધીને 67,141 પર પહોંચી ગયો છે. આજે કુલ 5 મોત સાથે મૃત્યુઆંક 1188 પર પહોંચી ગયો છે. આજે શહેરમાંથી 567 અને જિલ્લામાંથી 122 લોકોને કોરોના મુક્ત જાહેર કરવામાં આવ્યા છે. જેથી કોરોનાને મ્હાત આપનારની કુલ સંખ્યા વધીને 62,232 પર પહોંચી ગયો છે. હાલ શહેર અને જિલ્લામાં કુલ 3721 કેસ એક્ટિવ કેસ છે.

કોર્ટમાં 25 એપ્રિલ સુધી મહત્વના જ કામ થશે
સુરતમાં વધતા કોરોના સંક્રમણની અસર હવે ન્યાયાલય પર પણ દેખાઈ રહી છે. સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિયેશન દ્વારા અગત્યના કામ સિવાયની કામગીરીથી અળગા રહેવા માટે ઠરાવ પસાર કર્યો છે. વકીલ મંડળ દ્વારા 5 એપ્રિલ થી 15 એપ્રિલ સુધી સુરત ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં મહત્વના કામો જ કરવામાં આવશે.સુરત ડીસ્ટ્રીક બાર એસોસિએશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે કોર્ટ પરિસરમાં લોકોની અવરજવર ખૂબ જ મોટા પ્રમાણમાં રહે છે કોર્ટ બિલ્ડિંગ 10 માળનું હોવાથી લગભગ તમામ લોકો લિફ્ટનો પણ મહત્તમ ઉપયોગ કરે છે.છેલ્લા ઘણા સમયમાં સુરત કોર્ટના કર્મચારીઓ અને વકીલો પણ કોરોના સંક્રમણ ના ભોગ બન્યા છે. જેની ગંભીરતાને ધ્યાનમાં રાખીને બાર એસોસિએશન દ્વારા આજે મળેલી બેઠકમાં મહત્ત્વનો નિર્ણય લેવાયો છે.

નવા નોંધાયેલા કેસમાં વિદ્યાર્થીઓ, નોકરિયાતો સામેલ
કોરોના કેસની સાથે એક્ટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ શહેર જિલ્લામાં કુલ 3728 એક્ટિવ કેસ છે. નવા નોંધાયેલા કેસમાં વિદ્યાર્થીઓ, નોકરિયાતો અને અલગ અલગ વ્યવસાય સાથે સંકળાયેલા લોકો ઉપરાંત 15 રત્નકલાકાર અને ટેક્સટાઇલ માર્કેટ સાથે સંકળાયેલા 11 લોકોનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.

ખાનગી હોસ્પિટલો પોઝિટિવ દર્દીઓથી ઉભરાય
શહેર જિલ્લામાં ફરી એકવાર કોરોનાએ માથું ઊંચક્યું છે ત્યારે શહેરની ખાનગી હોસ્પિટલો કોરોનાના શંકાસ્પદ અને પોઝિટિવ દર્દીઓથી ઉભરાય રહી છે. શહેરની 43 ખાનગી હોસ્પિટલોમાં કુલ 1991 બેડની વ્યવસ્થા કોરોનાના દર્દીઓ માટે કરવામાં આવી છે. જે પૈકી 1760 બેડ પર કોરોનાના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે જેમાં કોરોનાના શંકાસ્પદ અને પોઝિટિવ દર્દીઓનો સમાવેશ થાય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો