તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સુરત LIVE:પોઝિટિવનો આંકડો વધીને 63,130 થયો, મૃત્યુઆંક વધીને 1165, ડિસ્ચાર્જની સંખ્યા વધીને 58,191 પર પહોંચી

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સંક્રમણ વધતા હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે(ફાઈલ તસવીર) - Divya Bhaskar
સંક્રમણ વધતા હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે(ફાઈલ તસવીર)
  • શહેર અને જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 3774 પર પહોંચી

કોરોના કેસ ઘડિયાળના કાંટે આગળ વધી રહ્યો છે. સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે કોરોના પોઝિટિવનો આંકડો વધીને 63,130 થયો છે. મૃત્યુઆંક વધીને 1165 પર પહોંચી ગયો છે. શહેર અને જિલ્લામાંથી અત્યાર સુધીમાં કુલ 58,191 લોકોને કોરોના મુક્ત જાહેર કરવામાં આવ્યાં છે. હાલ શહેર અને જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 3774 પર પહોંચી ગઈ છે.

13 એપ્રિલ સુધી 144ની કલમ લંબાવાઈ
સુરત શહેરમાં ચાર કરતા વધારે વ્યક્તિઓને ભેગા થવા ઉપર પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પડાયું છે. જાહેર શાંતિ અને સલામતી જળવાઈ રહે તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બરકરાર રહે તે માટે શહેરના પોલીસ કમિશનર અજયકુમાર તોમરે એક જાહેરનામું પ્રસિધ્ધ કરી પોલીસ કમિશનરેટ વિસ્તારમાં ચાર કરતા વધારે માણસોના ભેગા થવા ઉપર, કોઈ સભા બોલાવવા કે સરઘસ કાઢવા ઉપર તેમજ જાહેરમાં ઉશ્કેરણી કરે અને લાગણી દુભાય તેવા અભદ્ર, દ્વિઅર્થી ભાષા પ્રયોગ કરવા પર તા.30 માર્ચથી 13 એપ્રિલ સુધી પ્રતિબંધ ફરમાવ્યો છે. અપવાદ તરીકે સરકારી, અર્ધસરકારી ફરજ સાથે સંકળાયેલા તથા કરનાર શિક્ષાને પાત્ર થશે.

19 દિવસમાં એક્ટિવ કેસમાં 3 હજારનો વધારો
શહેર જિલ્લામાં વધી રહેલા કોરોનાના કેસની સામે ડિસ્ચાર્જ દર્દીઓની સંખ્યા ઓછી રહેતા સતત એક્ટિવ કેસમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા 19 દિવસમાં એક્ટિવ કેસમાં 3 હજારનો વધારો થયો છે. ગઈ તા. 9 માર્ચના રોજ શહેર જિલ્લામાં 780 એક્ટિવ કેસ હતા. જે 28 માર્ચના રોજ 3774 થઈ ગયા છે.

ડિંડોલીના 35 વર્ષીય યુવક અને 83 વર્ષીય વૃદ્ધનુ મોત
શહેરમાં કોરોનાની સારવાર દરમિયાન વધુ બે દર્દીના મોત નિપજ્યા છે. જેમાં ડિંડોલી વિસ્તારમાં રહેતા 35 વર્ષીય યુવકને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ગઈ તા.26 માર્ચના રોજ સારવાર માટે દાખલ કરાયો હતો. જેનું રવિવારે સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. તેવી જ રીતે ડિંડોલી વિસ્તારમાં જ રહેતા 83 વર્ષીય વૃદ્ધને પણ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ગઈ તા.27મી માર્ચના રોજ નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું રવિવારે મોત નિપજ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો