તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના સુરત LIVE:વધુ 22 કેસ સાથે પોઝિટિવનો આંકડો વધીને 1,43,220 થયો, મૃત્યુઆંક 2110 પર સ્થિર, ડિસ્ચાર્જ 1,40,700

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરત કોવિડ હોસ્પિટલની ફાઈલ તસવીર. - Divya Bhaskar
સુરત કોવિડ હોસ્પિટલની ફાઈલ તસવીર.
  • શહેર જિલ્લામાં કુલ 410 એક્ટિવ કેસ

કોરોના સંક્રમણમાં ધીમે ધીમે ઘટાડો નોંધાઈ રહ્યો છે. સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે વધુ 22 કેસ સાથે પોઝિટિવનો આંકડો વધીને 1,43,220 પર પહોંચ્યો છે. સરકારી ચોપડે કોઈ નવા મોત ન નીપજતા મૃત્યુઆંક 2110 પર સ્થિર રહ્યો છે. શહેરમાંથી આજે 102 અને જિલ્લામાંથી 16 લોકોને કોરોનામુક્ત જાહેર કરવામાં આવ્યાં છે. જેથી ડિસ્ચાર્જનો આંકડો વધીને 1,40,700 થયો છે. હાલ શહેર અને જિલ્લામાં એક્ટિવ કેસ 410 રહ્યાં છે.

એક્ટિવ કેસમાં સતત ઘટાડો
સુરત શહેરમાં કોરોના સંક્રમણ કાબૂમાં આવી રહ્યું છે. ગત રોજ શહેરમાં 11 અને જિલ્લામાં 3 મળી કોરોનાના વધુ 14 કેસ નોંધાયા છે. 13 મહિના બાદ શહેર જિલ્લામાં 14 કેસ નોંધાયા છે. સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવની સામે રિકવર થતા દર્દીઓમાં વધારો થતા એક્ટિવ કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. હાલ શહેર જિલ્લામાં કુલ 410 એક્ટિવ કેસ છે.

મ્યુકરના 5 દર્દીની સર્જરી, 4ને રજા આપવામાં આવી
શહેરની સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં મ્યુકરનો નવો દર્દી દાખલ થયો ન હતો. સિવિલમાં 5 દર્દીની સર્જરી કરાઈ હતી. બંને હોસ્પિટલમાંથી 4 દર્દીને રજા અપાઈ હતી.સિવિલમાં હાલ 48 અને સ્મીમેરમાં 33 દર્દી દાખલ છે. અત્યાર સુધીમાં સિવિલમાંથી કુલ 137 અને સ્મીમેરમાંથી 80 દર્દીને રજા અપાઈ છે.