તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના સુરત LIVE:વધુ 14 કેસ સાથે પોઝિટિવનો આંકડો વધીને 1,43,198 થયો, મૃત્યુઆંક 2110 પર સ્થિર રહ્યો

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરત કોવિડ હોસ્પિટલની ફાઈલ તસવીર. - Divya Bhaskar
સુરત કોવિડ હોસ્પિટલની ફાઈલ તસવીર.
  • શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 506 થઈ

કોરોના સંક્રમણ ધીમે ધીમે નહિવત થઈ રહ્યું છે. સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે વધુ 14 કેસ સાથે પોઝિટિવનો આંકડો વધીને 1,43,198 થયો છે. સરકારી ચોપડે આજે પણ કોઈ નવું મોત ન નીપજતા મૃત્યુઆંક 2110 પર સ્થિર રહ્યો છે. શહેરમાંથી આજે 101 અને જિલ્લામાંથી 16 લોકોને કોરોનામુક્ત કરવામાં આવ્યાં છે. જેથી કુલ ડિસ્ચાર્જનો આંકડ વધીને 1,40,582 થયો છે. હાલ શહેર અને જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 506 થઈ છે.

એક્ટિવ કેસમાં સતત ઘટાડો
સુરત શહેર જિલ્લામા કોરોના સંક્રમણ કાબૂમાં આવી રહ્યું છે. ગત રોજ કોરોનાના નવા 20 કેસ સામે આવ્યા હતા.શહેરમાં 13 અને જિલ્લામાં નવા 7 કેસ સામે આવ્યા હતા. શહેર જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસમાં સતત ઘટાડો અને સાજા થનારા દર્દીઓની સંખ્યા વધુ રહેતા એક્ટિવ કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. હાલ શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 506 થઈ ગઈ છે.

મ્યુકરના કેસમાં ઘટાડો નોંધાયો
મ્યુકોરમાઇકોસિસના કેસની સંખ્યામાં ઘટાડો થતાં નવી સિવિલ હોસ્પિટલના 2 વોર્ડ બંધ કરાયા છે અને બે વોર્ડ કાર્યરત છે. જે પૈકી એક ક્રિટિકલ અને બીજા વોર્ડમાં સ્ત્રી અને પુરુષ દર્દીઓ દાખલ કરવામાં આવી રહ્યા છે. મ્યુકોરમાઇકોસિસના 2 નવા દર્દીઓ નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા. હાલ સિવિલમાં 57 અને સ્મીમેર હોસ્પિટલમાં 35 દર્દીઓ દાખલ છે. અત્યાર સુધીમાં 423 દર્દીનું ઓપરેશન કરવામાં આવ્યું છે.

દર્દીઓની સંખ્યામાં ઘટાડો થતા બે વોર્ડ બંધ કરાયા
મ્યુકોર્માયકોસિસના દર્દીઓ મેના પ્રથમ અઠવાડિયાથી આવવાના શરૂ થયા હતા.જૂનના છેલ્લા અઠવાડિયામાં દર્દીઓની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે. મે મહિનામાં મ્યુકોર્માયકોસિસના દર્દીઓની સંખ્યામાં વધારો થવાને કારણે સિવિલમાં એક અલગ વોર્ડ શરૂ કરાયો હતો. દર્દીઓની સંખ્યામાં વધારો થતાં એક પછી એક પાંચ વોર્ડ શરૂ કરાયા હતા. પરંતુ હવે દર્દીઓની સંખ્યામાં ઘટાડો થતા વધુ બે વોર્ડ બંધ કરાયા છે. હાલ બાકીના બે વોર્ડમાં મ્યુકોર્માયકોસિસના દર્દીઓ દાખલ કરવામાં આવી રહ્યા છે. સિવિલ અને સ્મીઅર હોસ્પિટલમાં રવિવારે મ્યુકોર્માયકોસિસથી કોઈ મૃત્યુ થયું ન હતું.