તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સુરત LIVE:વધુ 760 કેસ સાથે પોઝિટિવનો આંકડો વધીને 62,355 થયો, 2 મોત સાથે મૃત્યુઆંક 1163 પર પહોંચ્યો, રિક્વરની સંખ્યા 57,605 થઈ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • શહેર અને જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 3587 પર પહોંચી

કોરોના સંક્રમણ સુપર સોનિક ગતિએ આગળ વધી રહ્યું છે. સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે વધુ 760 કેસ સાથે પોઝિટિવનો આંકડો વધીને 62,355 થયો છે. આજે વધુ 2 નવા મોત કોરોના સંક્રમણના કારણે થતા મૃત્યુઆંક વધીને 1163 પર પહોંચી ગયો છે. આજે શહેરમાંથી 456 અને જિલ્લામાંથી 67 લોકોને કોરોનામુક્ત જાહેર કરવામાં આવ્યાં છે. જેથી ડિસ્ચાર્જની કુલ સંખ્યા વધીને 57,605 થઈ છે. હાલ શહેર અને જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 3587 પર પહોંચી ગઈ છે.

ઝોન પ્રમાણે કેટલા કેસ નોંધાયા
શહેરમાં ગત રોજ ઐતિહાસિક 609 કેસ નોંધાયા હતા. ગુરુવારની તુલનામાં એક જ દિવસમાં 100 કેસ વધુ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ અઠવા ઝોનમાં 120 મળ્યા હતા. તે જ રીતે રાંદેરમાં 92 અને લિંબાયતમાં પણ 91 નવા કેસ નોંધાયા હતા. ધીમે ધીમે વરાછા -એ અને બીમાં પણ કેસની સંખ્યા વધતી જાય છે. વરાછા-એમાં 65 અને વરાછા- બીમાં 47 કેસ મળ્યા હતા. જ્યારે કતારગામમાં 67 અને સેન્ટ્રલ ઝોનમાં 53 તથા ઉધનામાં 74 કેસ મળી આવ્યા હતા. પાલિકાના કહેવા મુજબ 50 ટકાથી વધુ દર્દીઓમાં કોરોનાના કોઇ લક્ષણ નથી.

સિટીમાં 47855 અને જિલ્લામાં 14500 કેસ
સિટીમાં કુલ કેસ 47855 અને મૃત્યુઆંક 876 છે. જિલ્લામાં કુલ કેસ 14500 મૃત્યુઆંક 287 છે. સિટી અને જિલ્લા મળીને કુલ કેસનો આંક 62355 અને મૃત્યુઆંક 1163 છે. સાજા થનારા દર્દીઓનો આંક જિલ્લામાં 13,1636 મળીને કુલ 57605 થયો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો