તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના સુરત LIVE:વધુ 20 કેસ નોંધાતા પોઝિટિવ કેસનો આંક 143184 થયો, આજે એક પણ મોત નહીં

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરત કોવિડ હોસ્પિટલની ફાઈલ તસવીર. - Divya Bhaskar
સુરત કોવિડ હોસ્પિટલની ફાઈલ તસવીર.
  • અત્યાર સુધીમાં કુલ 140465 લોકો રિકવર થયા

મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, સુરત શહેર જિલ્લામાં વધુ 20 કેસ સામે આવ્યા હતા. અત્યાર સુધીમાં કુલ 143184 લોકો કોરોના સંક્રમિત થઈ ચુક્યા છે. આજે કોરોનાને કારણે એક પણ મોત નીપજ્યું નથી. અત્યાર સુધીમાં કુલ 2110 લોકો કોરોનામાં મૃત્યુ પામી ચુક્યા છે. આજે શહેરમાં 21 અને જિલ્લામાં 103 મળી 124 લોકો કોરોનામાંથી સાજા થતાં અત્યાર સુધીમાં કુલ 140465 લોકો કોરોનામાંથી સાજા થઇ ચુક્યા છે.

શહેર જિલ્લામાં 609 એક્ટિવ કેસ
સુરત શહેર જિલ્લામાં કોરોના સંક્રમણ કાબૂમાં આવી ગયું છે. પોઝિટિવ કેસની સામે રિકવર થનાર દર્દીઓની સંખ્યામાં વધારો થતા એક્ટિવ કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. હાલ શહેર જિલ્લામાં 609 એક્ટિવ કેસ છે.

મ્યુકરના વધુ 2 દર્દી દાખલ, 3ને રજા
સિવિલમાં મ્યુકરનો વધુ 2 દર્દી દાખલ થયા છે. જ્યારે આજે નવી કોઇ સર્જરી કરાઇ ન હતી. સિવિલમાં દાખલ દર્દીની સંખ્યા 57 થઈ છે. સિવિલમાંથી 1 દર્દીને રજા સાથે કુલ 130 દર્દીને રજા મળી છે. સ્મીમેરમાં 2 દર્દીને રજા અપાઈ છે. અત્યાર સુધીમાં સિવિલમાં 360 અને સ્મીમેરમાં 304ને સારવાર મળી છે.