તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના સુરત LIVE:સિટીમાં નવો માત્ર 1 જ કેસ, જિલ્લામાં એક પણ નહીં, વધુ 3 દર્દી ડિસ્ચાર્જ થયા, પોઝિટિવ કેસનો કુલ આંક 1,43,587 પર પહોંચ્યો

સુરત22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 53 નોંધાઈ

સુરત શહેર જિલ્લામાં કોરોના સંક્રમણ કાબૂમાં આવી રહ્યું છે. ગત રોજ માત્ર 1 જ કેસ નોંધાયો છે. શહેરમાં 01 અને જિલ્લામાં 0 કેસ સાથે શહેર જિલ્લામાં કોરોનાના વધુ 01 કેસ પોઝિટિવ નોંધાયો છે. આ સાથે શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 1,43,587 થઈ ગઈ છે. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃતાંક 2115 થયો છે. આજે શહેરમાંથી 01 અને જિલ્લામાંથી 01 દર્દીઓ મળી 02 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 1,41,419 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 53 નોંધાઈ છે.

ટીચીંગ અને નોન ટીચીંગ સ્ટાફને વેક્સિન
આરોગ્ય ડેપ્યુટી કમિશનર આશિષ નાયકે જણાવ્યું કે, બાળકોને લઈને કોઈ પણ પ્રકારની નિષ્ક્રિયતા દાખવવામાં આવશે નહીં. સરકારે ધોરણ 11 અને 12 ના વિદ્યાર્થીઓ માટે શાળા શરૂ કરવાની જાહેરાત થઈ ત્યારથી અત્યાર સુધીમાં અમે ખૂબ જ ઝડપથી વિદ્યાર્થીઓને વ્યક્તિને આપી રહ્યા છે. તેની સાથે શિક્ષકે નોન ટીચીંગ સ્ટાફ કોરોના ગ્રસ્ત ન થાય તેના માટે અમે ઝડપથી બંને ડોઝ પૂરા કરી દેવા માટે ફરજ પાડી રહ્યા છે. તેમને સમજણ આપી રહ્યા છે અને અમારા સ્ટાફને કામગીરી પણ અમે વધારી દીધી છે.

કોરોના રસીકરણ
સુરત શહેરમાં આજે કોરોના રસીકરણ માટે 116 સેન્ટર જાહેર કરવામાં આવ્યા છે. જેમાં 58 સેન્ટર પર કોવિશીલ્ડનો પ્રથમ ડોઝ આપવામાં આવશે. જ્યારે બીજા ડોઝ માટે સેન્ટર વધારીને 39 કરવામાં આવ્યાં છે.8 એપોઈન્ટમેન્ટ લઈને રસી લેનારા માટે શરૂ કરાયા છે. સગર્ભા અને 65 વર્ષથી વધુ વયના લોકો માટે 11 સેન્ટર કોવેક્સિન રસી માટે જાહેર કરાયા છે.