તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સુરત LIVE:સંક્રમણનો નવો રેકોર્ડ, વધુ 745 કેસ સાથે પોઝિટિવનો આંકડો 61,595 થયો, 4 મોત સાથે મૃત્યુઆંક 1161 પર પહોંચ્યો

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરત કોવિડ હોસ્પિટલની ફાઈલ તસવીર. - Divya Bhaskar
સુરત કોવિડ હોસ્પિટલની ફાઈલ તસવીર.
  • શહેર અને જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 3352 થઈ ગઈ

શહેરમાં કોરોના સંક્રમણ રોજે રોજ નવો રેકોર્ડ સર્જી રહ્યો છે. સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે વધુ 745 કેસ સાથે પોઝિટિવનો આંકડો વધીને 61,595 થયો છે. આજે ચાર નવા મોત સાથે મૃત્યુઆંક ઝડપથી વધીને 1161 પર પહોંચ્યો છે. શહેરમાંથી આજે 422 અને જિલ્લામાંથી 32 લોકોને કોરોનામુક્ત જાહેર કરવામાં આવ્યાં હતાં. જેથી કુલ ડિસ્ચાર્જની સંખ્યા વધીને 57,082 થઈ છે. હાલ શહેર અને જિલ્લામાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા વધીને 3352 પર પહોંચી ગઈ છે.

ગ્રામ્ય વિસ્તારમાં 136 કેસ
સુરત શહેરની સાથે સાથે જિલ્લામાં પણ કોરોના વિસ્ફોટ થયો છે. જિલ્લામાં કુલ 136 કેસ સાથે પોઝિટિવનો આંકડો વધીને 14,347 થયો છે. આજે ચોર્યાસીમાં 32 કેસ સામે આવ્યાં છે. જ્યારે ઉમરપડા તાલુકામાં એક પણ કેસ નોંધાયો નથી. જિલ્લામાંથી અત્યાર સુધીમાં કુલ 287 દર્દીઓના કોરોનાની સારવાર દરમિયાન મોત નીપજ્યાં છે.

એક્ટિવ કેસમાં પણ સતત વધારો
સિટીમાં કુલ કેસ 47248 અને મૃત્યુઆંક 874 છે. જિલ્લામાં કુલ કેસ 14347 મૃત્યુઆંક 287 છે. સિટી જિલ્લા મળીને કુલ કેસનો આંક 61595 અને મૃત્યુઆંક 1161 છે. સિટીમાં સાજા થનારા દર્દીઓનો આંક જિલ્લામાં શહેરમાં મળીને કુલ 57082 થયો છે. શહેરમાં વધી રહેલા પોઝિટિવ કેસને પગલે એક્ટિવ કેસમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 3 હજારને પાર કરી 33352 થઈ ગઈ છે.

સિવિલ-સ્મીમેરમાં 116 દર્દીની હાલત ગંભીર
સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ 163 દર્દીઓ પૈકી 75 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 9 વેન્ટીલેટર, 21 બાઈપેપ અને 45 દર્દીઓ ઓક્સિજન પર છે. જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં 59 દર્દીઓ પૈકી 41 દર્દીઓ ગંભીર છે. જેમાં 6 વેન્ટિલેટર, 9 બાઈપેપ અને 26 દર્દીઓ ઓક્સિજન પર છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

વધુ વાંચો